અમેરિકા
રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિઓના લિસ્ટ અમુક રાષ્ટ્રપતિઓ પર તેમના કામ અને વહીવટી કાર્યના કારણે નિશાન બનાવ્યા. અને વધુમાં કહ્યું કે વ્લાદિમીર પુતિનને ખૂબ સારી રીતે ઓળખું છું અને ટ્રમ્પ પ્રશાસન દરમિયાન તેઓ જે અત્યારે કરી રહ્યા છે તે તેમણે ક્યારેય કર્યું ન હોત. પુતિને યુક્રેનમાં બે અલગ-અલગ દેશોને માન્યતા આપ્યા બાદ અને તેની સેનાને બે અલગ-અલગ એન્ક્લેવ સુરક્ષિત કરવાનો આદેશ આપ્યા બાદ રશિયા આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે યુક્રેનની સરહદ પાસે હજારો રશિયન સૈનિકો સ્થિત છે. રશિયાએ બે અલગ-અલગ દેશોને માન્યતા આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ દરમિયાન વ્હાઈટ હાઉસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આકરી ટીપ્પણી કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ ટ્રમ્પ અને પુતિનની સરખામણી ડુક્કર સાથે કરી છે. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાયર ડુક્કર ગણાવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઈડેન પર નિશાન બનાવતા કહ્યું કે, તમે અમેરિકાના ઈતિહાસમાં આજ વર્તમાન સમય સુધી પાંચ સૌથી ખરાબ રાષ્ટ્રપતિઓના લિસ્ટમાં જાે બાઈડેનનું નામ મૂકી શકો છો. અને જાે બાઈડેનનું વહીવટીતંત્ર દ્વારા જે ૧૩ મહિનામાં નુકસાન થયું છે, આજ વર્તમાન સમય સુધી પાંચ રાષ્ટ્રપતિઓએ પણ નથી કર્યું. જાે મારું વહીવટીતંત્ર હોત તો યુક્રેન સંકટ સર્જાયું ન હોત. તેમના વહીવટ હેઠળ યુક્રેન કટોકટી ઊભી થઈ ન હોત. અને જાે આ મુદ્દાને યોગ્ય રીતથી કાર્ય કરવામાં આવ્યુ હોય તો જે યુક્રેનમાં જે અત્યારે સ્થિતિ છે તેવી સ્થિતિ સર્જાઈ જ ન હોત.
