નવીદિલ્હી
હાલમાં જ ભારત સામે પાંચ મેચની વન-ડે સીરિઝમાં અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન લોરેન ડાઉન એક કેચ પકડવા જતાં ડાબા હાથના અંગુઠામાં ઇજા પહોંચી હતી. આગામી મહિલા વર્લ્ડકપ માંથી બહાર થઇ ગઇ છે. ન્યુઝીલેન્ડમાં આવતા મહિને રમાનાર મહિલા વર્લ્ડ કપમાં ભાગ નહીં લઇ શકે. ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપની ટીમમાં ડાઉનની જગ્યાએ જાેર્જિયા પ્લિમરને સ્થાન મળ્યું છે. ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપ ટીમમાં મોલી પેનફોલ્ડને રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કર્યો છે. ટીમમાં જાેડાતા પહેલા બંને નવા ખેલાડીઓએ પાંચ દિવસના ફરજીયાત આઈસોલેશનમાં રહેવું પડશે અને ત્યારબાદ તે ન્યુઝીલેન્ડ ટીમ સાથે જાેડાઇ શકશે. ચાર માર્ચના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનાર વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ બે અભ્યાસ મેચ રમશે. હાલમાં જ ન્યુઝીલેન્ડે ઘર આંગણે ભારતને ૪-૧થી વન-ડે સીરિઝમાં હરાવ્યું હતું. સીરિઝમાં પહેલી ચાર મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી, તો અંતિમ મેચ ભારતને જીતી હતી. ટીમના હેડ કોચ બોબ કાર્ટરે કહ્યું કે અમારી ટીમના તમામ ખેલાડીઓને ડાઉન પ્રત્યે સંવેદના છે. કોચે વધુમાં કહ્યું કે, તે ઘણી સારી ખેલાડી છે. તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ઘણું દુખદ છે. હાલમાં જ ભારત સામેની સીરિઝમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિડલ ઓર્ડરમાં તેણે ઘણી સારી ઇનિંગ રમી હતી. તો બેટિંગની સાથે સાથે ફિલ્ડીંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડાઉનની ઝડપી રીકવરી માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમને ખ્યાલ છે કે તે ટુર્નામેન્ટ દરમ્યાન અમને સપોર્ટ કરશે.


