રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર ના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ તથા રહેણાંક વીસ્તારના મહોલ્લા તથા સોસાયટીમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને ફેલાવતો અટકાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એમ.લગારીયા તથા ઉપલેટા નગરપાલીકા દ્વારા સંયુક્ત રીતે તા.૨૯/૦૪/૨૦૨૦ થી તા.૨૭/૦૫/૨૦૨૦ દરમ્યાન જાહેરનામા મુજબ માસ્ક નહી પહેરી નીકળેલ ઇસમો ઉપર માસ્ક નહી પહેરવાના કુલ ૫૪૮ કેસો કરી કુલ રૂ.૫૭૬૦૦ દંડ વસુલ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામા આવેલ
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા




