નવીદિલ્હી
યુક્રેન – રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશો સાથેના તણાવ વચ્ચે રશિયાનું ચલણ રશિયન રૂબલ ફરી એકવાર ગગડ્યું છે. સોમવારે રશિયન ચલણ ડોલર સામે લગભગ ૩૦ ટકા ઘટીને નવા રેકોર્ડ લો લેવલે પહોંચ્યું હતું. એવું માનવામાં આવે છે કે પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. આજના કારોબારમાં ડોલર સામે રુબેલ ૬૯.૪૭૪૮ નીચલી જયારે ૧૦૯.૪૮૮ ની ઉપલી સપાટી સુધી ઉછળ્યો હતી. દિવસના અંતે તે ૧૦૦.૪૫૮ ના સ્તરે બંધ થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને જર્મની જેવા દેશોએ અગાઉ રશિયા સામે હળવા પ્રતિબંધો લાદવાનું નક્કી કર્યું હતું. જાેકે રશિયા આ પગલાથી પ્રભાવિત થયું ન હતું અને તેણે યુક્રેન પર હુમલો કર્યો. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથીઓએ પછી પ્રતિબંધો કડક કર્યા હતા. હવે માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ પ્રતિબંધો હેઠળ આવ્યા નથી પરંતુ રશિયાની સેન્ટ્રલ બેંક પણ તેનો ભોગ બની છે. રશિયાને પણ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી બાકાત રાખવાની તૈયારી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચાલી રહેલી લડાઈ વચ્ચે પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. આનાથી વૈશ્વિક બજારના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ દોડવા લાગ્યા છે. આ કારણે કરન્સી માર્કેટમાં ડોલર અને યેન જેવી સુરક્ષિત કરન્સીની માંગ વધી છે. આજના વેપારમાં ડૉલર સામે રૂબલ લગભગ ૨૦ ટકા ઘટીને ૧૧૯ થઈ ગયો હતો. અન્ય કરન્સી પર નજર કરીએ તો સોમવારે યુરોમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો. તે ડોલર સામે ૦.૭૬ ટકા, જાપાની ચલણ યેન સામે ૦.૭૩ ટકા અને સ્વિસ ફ્રેંક સામે ૦.૬૦ ટકા ઘટ્યું હતું. ઉપરાંત ઓસ્ટ્રેલિયન ચલણ છેંજીડ્ઢ યુએસ ડોલર સામે ૦.૭૫ ટકા ઘટ્યું હતું. ન્યુઝીલેન્ડનું ચલણ ૦.૭૯ ટકા અને બ્રિટિશ સ્ટર્લિંગ ૦.૨૯ ટકા ઘટ્યું હતું. પશ્ચિમી પ્રતિબંધોની અસર હવે સ્પષ્ટ છે. જેના કારણે રશિયામાં લોકોમાં અરાજકતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રશિયામાં બેંકો અને એટીએમ સામે લોકોની લાંબી કતારો છે. રશિયામાં સામાન્ય લોકોને ચિંતા છે કે તેમના બેંક કાર્ડ પછીથી કામ કરવાનું બંધ કરી શકે છે અથવા ઉપાડ પર મર્યાદા હોઈ શકે છે. જેના કારણે લોકો વધુને વધુ રોકડ ઉપાડી રહ્યા છે. બીજી બાજુ ચલણના મૂલ્યમાં ઘટાડો રશિયામાં મોંઘવારી વધવાનો ભય ફેલાવી રહી છે.
