બારડોલી
મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતા હિતેશભાઈ રબારી ઉંમર ૨૨ કે મિત્ર કૃણાલભાઈ પટેલ તથા આકાશભાઈ વડદરા અને દિલીપકુમાર મેસરીયા તેમજ ચેતનભાઇ સાથે કાકરાપાર ડેમ જાેવા આવ્યા હતા. કાકરાપાર ડેમ ઉપર મિત્રો ભેગા થઈ ફોટા પડાવતા હતા. દરમિયાન હિતેશભાઈ રબારી ડેમની પાળ પર ઉભેલ હતા ત્યારે પગ લપસી જતાં ડેમના પાણીમાં પડી ગયા હતા અને એમની જાેડેના મિત્રો બૂમાબૂમ કરી લોકો આવે તે પહેલા ડેમની ડાબા કાંઠાની નહેરના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસના માણસો સાથે કાકરાપર અણુ મથકના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેન માંથી હિતેશભાઈની લાશ મળી આવી હતી માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કાકરાપાર ડેમ પર ફોટોગ્રાફી કરવા આવેલા યુવાનો પૈકી એક ડેમ પર ઉભો હતો તે દરમિયાન પગ લપસતા જળાશયમાં પડતા નહેરના વહેણમાં ખેંચાયો હતો, જેની આજરોજ લાશ મળી હતી.
