Gujarat

આમોદ્રા હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી.

ઊનાના આમોદ્રા ગામે ધર્મભક્તિ લોકવિજ્ઞાન કેન્દ્ર ગિરસોમનાથ જિલ્લાનાં સૌજન્યથી આમોદ્રા વિનય મંદિર હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન પ્રદશર્ન, વકતૃત્વ સ્પર્ધા વિગેરે કાર્યક્રમો યોજવામાં આવશે.

આમોદ્રા પ્રા. કુમાર કન્યાશાળા પરિવાર તેમજ અગ્રણીઓ અજિતભાઈ મોરી, ઉપસરપંચ ભાવેશ હિરપરા, તેમજ નિવૃત શિક્ષક મનુભાઈ મોરી અને વિદ્યાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મહિલા સરપંચ મતિ પ્રિયંકાબેન મોરીએ દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકેલ. વિજ્ઞાન પ્રદર્શન અને વકતૃત્વ સ્પર્ધામાં ઘણાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ, જેમાં વિજેતા સ્પર્ધકોને રોકડભેટ,પ્રમાણપત્રો, અર્પણ કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ તાલુકાની વિવિધ સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો લક્ષમણભાઈ બન્ધયા, નરેશભાઈ ઉપાધ્યાય, છગનભાઇ વાજા, કેશુભાઈ સોલંકી, જ્યેન્દ્ર ચૌહાણ, વિહારભાઈ ધુલ સહીતએ કાર્યક્રમની સરાહના કરતાં આમોદ્રા વિનય મંદિરનાં આચાર્ય નીતિનભાઈ ઓઝા તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવેલ. શાળાનાં સહાયક શિક્ષક ભાઈ બહેનો  મેહુલભાઈ, કુસુમબેન, મૌલિકાબેન, પ્રિયંકાબેન તેમજ વિશાલભાઈએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું પ્રેરણાદાયી અને સફળ સંચાલન આચાર્ય એન.બી.ઓઝા અને આભારવિધિ શિક્ષક વાઘેલાએ કરેલ

 

-રાષ્ટ્રીય-વિજ્ઞાન-દિવસ-ની-ઊજવણી-કરવામાં-આવી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *