Gujarat

દેલવાડા માધવ શૈક્ષણિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

ઊના – દેલવાડા દીવ રોડ પર આવેલ માધવ શૈક્ષણિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ વિધાર્થીની ઓએ અલગ અલગ નૃત્ય રજૂ કર્યા હતા. જેમાં 1 થી 3 નંબર લાવેલ વિજેતાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અક્ષયગઢ ગુરુકુળના સ્વામી હરિવંદન, હરિભાઈ સોલંકી, વિજયભાઈ મોરી, દેલવાડા સરપંચ – ઉપ સરપંચ, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને આ કાર્યક્રમનું તમામ સંચાલન આચાર્ય રમેશભાઈ મોરી અને ટ્રસ્ટી બાલુભાઈ ચૌહાણે કર્યું હતું. અને શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો..

 

-શૈક્ષણિક-સ્કૂલ-નો-વાર્ષિક-ઉત્સવ-ઉજવાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *