Gujarat

જામનગર જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો વિવિધ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે

જામનગર તા.૦૩માર્ચ,જામનગર જિલ્લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડુતોને જણાવવાનું કે,બાગાયતની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે ખેડૂતો સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ-ખેડુત પોર્ટલ ઉપર તા.૩૦-૦૪-૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ,૭-૧૨, ૮-અ,જાતિના દાખલા,આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સાથેની અરજીઓ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા  સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮ ૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલિક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકજામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

દિવ્યાત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *