નવીદિલ્હી
ભારતીય વાયુસેનાએ વાયુ શક્તિ ૨૦૨૨ની કવાયત સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ૭ માર્ચે જેસલમેરમાં તેનું આયોજન થવાનું હતું. જેમાં રાફેલ સહિત ૧૪૮ વિમાનો ભાગ લેવાના હતા. આ માટે વાયુસેનાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. આ કવાયત દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેમાં વાયુસેના તેના કૌશલ્યનું પ્રદર્શન કરે છે.આમાં ૈંછહ્લના ૧૪૦ થી વધુ એરક્રાફ્ટ પોખરણ ટેસ્ટ રેન્જમાં ભાગ લેવાના હતા. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ- તેજસ, સુખોઈ-૩૦ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આમાં ભાગ હતા. બે કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન વાયુસેના પોતાની સંપૂર્ણ તાકાત દેખાડવા જઈ રહી હતી. તાજેતરમાં, વાયુસેનાએ એક વિડિયો પ્રોમો બહાર પાડ્યો હતો જેમાં તેનું કૌશલ્ય પ્રદર્શિત કરવાના દાવપેચનો હેતુ દર્શાવવામાં આવ્યો હતો. હવાઈ શક્તિના દાવપેચમાં દુશ્મનના કાફલા, ટેન્ક, રડાર સ્ટેશન, રેલ્વે યાર્ડ અને લશ્કરી મુખ્ય મથક વગેરેને જમીન પરથી નિશાન બનાવવામાં આવે છે. અગાઉ આ કવાયત ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના અધિકારીઓ સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજરી આપવાના હતા. તેની તૈયારીઓ માટે શુક્રવારે પોખરણ રેન્જમાં ફુલ ડ્રેસ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આ મહિનાની ૧૦ થી ૧૪ તારીખ સુધી ગાંધી નગરમાં યોજાનાર સંરક્ષણ પ્રદર્શન – ૨૦૨૨ ને પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓને માલસામાનની અવરજવરમાં અનુભવાતી અસુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. યુક્રેન સંકટ વચ્ચે ૈંછહ્લ એ મેગા ડ્રિલ વાયુ શક્તિ મુલતવી રાખવામાં આવી છે,૭ માર્ચે રાજસ્થાનના પોખરણ ખાતે યોજાનારી હતી ૈંછહ્લ હાલ રશિયા-યુક્રેન વોરમાં પ્રભાવિત ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં નિર્ણાયક ભૂમિકા વ્યસ્ત છે, કવાયત મુલતવી રાખવા અંગે ૈંછહ્લ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી,આગામી દિવસોમાં તારીખ જાહેર થઈ શકે છે


