Gujarat

પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી

ભાવનગર
ભાવનગર જિલ્લાના ગારીયાધારથી પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા બસ ભડભડ સળગી ઉઠી હતી. આ બનાવની જાણ થતા તાત્કાલીક ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગે જાેતજાેતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી આજુબાજુમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ ગારીયાધાર ફાયર ફાઈટર કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે, સદનસીબે આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આગને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.ભાવનગર જિલ્લામાં ગારીયાધાર થી પાલીતાણા રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી. જેથી બસ ભડભડ સળગી ઉઠી હતી. બસમાં આગ લાગતા રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Private-Travels-caught-fire-for-inexplicable-reasons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *