Gujarat

નડિયાદમાં વર્ષો જૂના દબાણો હટાવાતા સ્થાનિકોમાં રોષ

નડિયાદ
નડિયાદ પશ્ચિમમાં આવેલ રાય તલાવડી પાસે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. એક દિવસ પહેલા જ સ્થાનિકોના વિરોધ બાદ કામગીરી અટકાવાઇ હતી. જાેકે, ફરીથી જેસીબી તથા બ્લુડોઝર મશીનથી પાલીકાએ અહીયા દબાણ તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. શરૂ કરવામાં આવેલ કામગીરીથી સ્થાનિકોમા પણ આક્રોશ જાેવા મળ્યો છે અને તેઓનો આક્ષેપ છે કે, સ્થાનિક પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને ત્યાંથી લોકોને હટાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અહીયા સામાન્ય ઘર્ષણ પણ જાેવા મળ્યુ હતું. ત્યારે સ્થાનિકો રોષ પૂર્વક જણાવે છે કે અમે નજીકની શાળામાં રહેતા હતા ત્યા પણ ક્યારે ખાલી કરશો તેમ કહી માનસિક ત્રાસ આપી રહ્યા છે તો અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહી કરતા પાલિકા તંત્ર સામે હાય હાયના નારા લગાવ્યાં છે.વિકસતા નડિયાદમા દબાણોના ઓથા તડે ઢંકાયેલા તળાવોને હવે મોડે મોડે જાગેલી નગરપાલિકા બ્યુટીફીકેશનની કામગીરી કરી રહી છે. પશ્ચિમ વિસ્તારમાં રાય તલાવડી ડેવલપમેન્ટની હાલ કામગીરી ચાલુ કરાઈ છે. અહીંયા વર્ષોથી પાકા, કાચા દબાણોને પાલીકા હટાવી રહી છે. ત્યારે અહીયા વસવાટ કરતા લોકો બેઘર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *