મુંબઈ
આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે ૫ માર્ચે તેની ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની શેર બાયબેક ઓફરની તારીખોની જાહેરાત કરી હતી. આ બાયબેક ઓફરની જાહેરાત કંપની દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. આ ઓફર ૯ માર્ચે ખુલશે અને ૨૩ માર્ચે સાંજે ૫ વાગ્યે બંધ થશે, એમ કંપનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ્ઝ્રજીનું આ ચોથું બાયબેક છે અને છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સને સૌથી વધુ ફાયદો થયો હતો. આ બાયબેક ઓફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે લગભગ ૨.૮૮ કરોડ શેર્સનું ટેન્ડર કરવાની તૈયારી દર્શાવી છે. ૨૦૨૧ માં, ટીસીએસએ શેર દીઠ ૩,૦૦૦ રૂપિયાના દરે ૫.૩ કરોડ શેર ખરીદ્યા હતા અને ઓફર હેઠળ ૩.૩૩૩ કરોડ શેર સ્વીકાર્યા હતા. કંપનીએ ૨૦૧૭ અને ૨૦૧૮માં બે બાયબેક ઓફર લાવી હતી અને બંને રાઉન્ડમાં તેનું કદ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે, ટીસીએસ પાસે આશરે ૫૧,૯૫૦ કરોડ રૂપિયાનુ કેશ અને કેશ ઈક્વિવેલેન્ટ હતું. ટાટા સન્સે સરકાર પાસેથી એર ઈન્ડિયાને ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કંપની સરકારને ૨,૭૦૦ કરોડ રૂપિયા ચૂકવશે અને બાકીની રકમ દેવાની ચૂકવણીમાં જશે. ટાટા સન્સ હાલમાં ટીસીએસમાં ૭૨ ટકા હિસ્સો ધરાવે છે. સેબીના ધારાધોરણો મુજબ, ઓફરના કદના ૧૫% (અંદાજે ૨૭૦૦ કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે આરક્ષિત છે. બાયબેક હેઠળ શેરનું ટેન્ડર કરનારા રોકાણકારોને ૨૦ ટકા સુધીનું ત્વરિત વળતર મળી શકે છે. આ રોકાણકારોમાં એવા રોકાણકારોનો સમાવેશ થાય છે જેમની પાસે રેકોર્ડ ડેટ પર ૨ લાખ રૂપિયા સુધીના શેર છે.ર સપ્ટેમ્બર ૨૦૨૧માં, ઇન્ફોસિસે ૯,૨૦૦ કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી, જ્યારે વિપ્રોએ ૯,૫૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. ૨૦૧૮માં, એચસીએલ ટેકે ૪,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે શેર બાયબેક સામાન્ય રીતે શેર દીઠ આવકમાં સુધારો કરે છે અને શેરધારકોને સરપ્લસ રોકડ પ્રદાન કરે છે, જે મંદીના સમયમાં સ્ટોકને ટેકો આપે છે.


