Gujarat

છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા  કોવિડ-૧૯ને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું 

 રાજ્યમાં Covid-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૨૪/૦૨/૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી સમગ્ર રાજ્યમાં તા.૦૧/૦૩/૨૦૨૨ સુધી કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે.
પુખ્ત વિચારણા બાદ ગૃહ વિભાગના તા.૨૪/૦૨/૨૦૨૨ના હુકમ ક્રમાંકઃ વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી અમલમાં તમામ નિયંત્રણો દુર કરવામાં આવે છે.
વાસ્તે, હું સ્તુતિ ચારણ,IAS, જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી  એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭, કોવિડ-૧૯ રેગ્યુલેશન- ૨૦૨૦ની કલમ-૧૧ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૩ તથા ૩૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ, ગુજરાત સરકારશ્રી ના ગૃહ વિભાગના તા.૨૮/૦૨/૨૦૨૨ના હુકમ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી જિલ્લામાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ નીચે મુજબના નિયંત્રણો અમલમાં રહેશે.
  ૧.ગૃહ વિભાગના તા.૨૪/૦૨/૨૦૨૨ના હુકમ ક્રમાંકઃ વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તથા અત્રેની કચેરીના જાહેરનામાં નં.એમએજી/વશી/ ૮૯૬-૯૨૫/૨૦૨૨, તા.૨૫/૦૨/૨૦૨૨ થી અમલમાં મુકવામાં આવેલ તમામ નિયંત્રણો દુર કરવામાં આવે છે.
૨.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૫/૦૨/૨૦૨૨ના હુકમ ક્રમાંક: ૪૦-૩/૨૦૨૦-DM-I(A) સાથે સામેલ માત્ર નીચે મુજબના National Directives for Covid-19નું સમગ્ર રાજ્યમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
1) Face Covering- Compulsory in public place, work place, during transport
2) Social Distancing-Individual must maintain a minimum 6 feet distance in            public place. Shops will ensure physical distancing among customers
3) Spiting in public place will be punishable with fine as per existing laws, rules or regulations.
4)Screening& hygiene: Provisions for hand wash or sanitizer will be made at work place
5)Venitilations: In close places, proper vanitilations should be ensured.
 આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વ યે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020ની જોગવાઇઓ, ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Actની જોગવાઇઓ  હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *