Gujarat

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં તારીખ 18 ને શુક્રવાર ના રોજ સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન તથા દંત નિદાન કેમ્પનું આયોજન…

 હાર્દિક કાનાબાર પ્રાચી
આવતા તમામ દર્દીઓને પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું છે..
 પ્રાચી તીર્થ.    પ્રાચી ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન તથાગત નિદાન કેમ્પ આગામી તારીખ 18  3  2022 ને શુક્રવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરોતથા સ્ટાફ તથા દંત નિદાન ના ડોક્ટર નયનાબેન રાવલીયા વેરાવળ વાળા પોતાનુ યોગ્યદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ  નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા  ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *