Gujarat

બે દિવસ સગીરાને વાડીએ ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો. 

રાણપુરનાં કિનારા ગામે 15 વર્ષીય સગીરા ઉપર યુવકે બળાત્કાર ગુજાર્યો.
સગીરાનાં ભાઈને મારી નાખવાની ધમકી આપી યુવકે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસસુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11/૩/22ના રોજ સવારે 11 કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી જાતે.કોળી  નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી સગીરા યુવકના ઘરે પહોચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કનારા ગામે આવેલી સુખાભાઈ ભરવાડની વાડીએ આવાનું કહેતા આ સગીરા સુખાભાઈ ભરવાડની વાડીએ ગઈ હતી ત્યાં આ નરાધમ યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તા.12/૩/22નાં રોજ સાંજે 5 કલાકે સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવતા સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા.14/૩/22નાં રોજ આરોપી હિમ્મત સામજી ડાભી ઉ.વ.23 જાતે કોળી વિરૂદ્ધ  ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુન્હો નોંધી વધુ તપાસ રાણપુર પી.એસ.આઈ.-એસ.એચ.ભટ્ટ ચલાવી રહ્યા છે. જ્યારે સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
રાણપુર પોલીસે આરોપીને ઝડપી પાડવા રાણપુર, બરવાળા અને પાળિયાદ પોલીસ તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જીની જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા પોલીસે આરોપી હિમ્મત સામજી ડાભી (કોળી)ને તા.13/2/22નાં રોજ મોડી રાત્રે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી ગણતરીની કલાકોમાજ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *