Gujarat

માંગરોળ કોર્ટ ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું, ૪૬૫ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું

જુનાગઢ જિલ્લાના માંગરોળ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જૂનાગઢ ના માર્ગદર્શન હેઠળ પ્રથમ નેશનલ લોક અદાલત ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોકઅદાલતમાં ૪૫૯ પેન્ડિંગ કેસો અને ૬ પ્રોહેબેશન કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું કુલ ૪૬૫ કેસોનું માંગરોળ મેજિસ્ટ્રેટ એચ. એ. પંડ્યા સાહેબ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું..
ખાસ કરીને જોઇએ તો માંગરોળ તાલુકામાં પોલીશની સારી કામગીરી હોવાથી ગુન્હાઓ ઓછા પ્રમાણમાં બનતા હોય છે પરંતુ અમુક જાણ્યા અજાણ્યા ગુન્હા બનતા હોવાથી તેમનો આજે ૪૬૫ કેશોનો નિકાલ કરવામાં આવ્યો હતો
જયારે આ લોક અદાલત માં સરળતાથી લોકોને મુશ્કેલી ના પડે તે રીતેના કામો થતાં લોકોએ આ લોક અદાલતનો આભાર માન્યો હતો અને આવી સરસ કામગીરી આવનારા સમયમાં પણ થાય તેવી માંગ ઉઠી હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220314-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *