|
ગીર સોમનાથ નિયમિત વીજળી ના મળતા જગતતાત નિરાશ PGVCL ના ધાંધિયા પાક નિષ્ફળ જવાની ભીતિ…
ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્યમાં ખેડૂતો વીજળીની સમસ્યા મુદ્દે પરેશાન છે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત ના મળતો હોવાનો આરોપ છે ખેડૂતોનું કહેવું છે વીજળીના ધાંધિયાથી ખેડૂતોને મોટા નુકશાન ની ભીતિ છે ગીર સોમનાથ ને ઇકોઝોન માં લીધા પછી વન્યપ્રાણી ના ભય થી દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવા માં આવે છે પણ છેલ્લા ઘણા સમય થી લોડ સેટિંગ ની પ્રોબ્લેમ હોવાથી પાવર દિવસ દરમિયાન મળતો નથી રાત્રે વન્યપ્રાણી ના ડર થી ખેડૂતો ને ખેતર પાણી કેમ વારવા જવું તેનો ભય છે
ખેડૂતો માટે લડત લડતા સામાજિક કાર્યકર વિજયભાઈ હિરપરા નું કહેવું છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી દ્વારા સોલ્યૂશન આપવામાં નથી આવ્યું જે ગંભીર બાબત છે ઉનાળાની શરૂઆત થઇ ચુકી ખેતરમાં તલ ચણા જીરૂ ધાણા જેવા પાક ઉભા છે આ પાક ને બચાવવાં માટે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે પરંતુ PGVCL ના ધાંધિયા ના કારણે આ પાક નિષ્ફળ જવાની કગાર પર આવી ને ઉભો છે
આરોપ છે કે PGVCL દ્વારા છેલ્લા કેટલાય સમય થી અનિયમિત વીજ પુરવઠો અપાઈ રહ્યો છે સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરાઈ છે જે પુરવઠો દિવસ દરમિયાન આપવાનો છે અને રાત્રે મળે ગીર વિસ્તાર માં રાત્રે પુરવઠો આપવામાં આવે જો રાત્રી દરમિયાન કોઈ ખેડૂત પર વન્યપ્રાણી દ્વારા હુમલો થશે તો જવાબદારી કોની રહેશે
![]() આવા બનાવો ભૂતકાળ માં બની ગયા છે અને વીજપુરવઠો ત્રુટક ત્રુટક મળે છે એક સાથે વિજપુરવઠો ન અપાતો હોવાથી પિયત માં મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે વીજળી ક્યારે આવે છે તેની રાહ જોઈને બેસી રહેવુ પડે છે જો સમયસર પાકને પાણી નહિ મળે તો ખેડૂતોની તમામ મહેનત પાણીમાં જશે વિજયભાઈ હિરપરા એ કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો તેમને ખેતીની જગ્યા એ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
Attachments area
|
|
|



