આણંદ
બોરસદની યુવતીના લગ્ન કપડવંજ ખાતે વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા રાહુલ બાબુભાઈ સોલંકી સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન સાસરિયા દ્વારા અવાર નવાર પૈસાની માગણી કરી મ્હેણાં ટોણાં મારવામાં આવતાં હતાં. આ અંગે પરિણીતા કંઇ બોલે તો તેમને ગડદાપાટુનો માર પણ મારતાં હતાં. આખરે ત્રાસ અસહ્ય બની જતાં પરિણીતા પિયર આવી ગઇ હતી અને બોરસદ પોલીસ મથકે પતિ રાહુલ સોલંકી, સાસુ વિમળાબહેન ઉપરાંત નણંદોઇ કમલેશ હિરાભાઈ પાંડવ, નણંદ મનીષા કમલેશ પાંડવ, હેતલ જયેશકુમાર રોહિત, દીપીકા પરમાર, મિતલ રશ્મિકાંત ચાવડા, પ્રિયાબહેન બાબુભાઈ સોલંકી સામે ફરિયાદ કરતા બોરસદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બોરસદની પરિણીતાને કપડવંજ રહેતા તેના પતિ સહિતના સાસરિયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


