મહેસાણ
મહેસાણા શહેરમાં સિટી બસ સેવાનો લાભ નાગરિકો હોંશે હોંશે લઈ રહ્યા છે. જ્યાં લાંબા સમયગાળા બાદ મહેસાણા શહેરમાં સિટી બસ દોડતી થઈ છે. ત્યારે આ બસ અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ છે, ત્યારે હાલમાં મહેસાણા સિટી બસ સેવા સામે ફરિયાદોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. જેણે લઈ મહેસાણા પાલિકાએ નાગરિકો માટે એક કમ્પ્લેઇન નંબર જાહેર કર્યો છે. જેના થકી સિટી બસ સંબંધિત ફરિયાદ હવે નાગરિકો કરી શકશે. નગરપાલિકાએ લોકોના હિત માટે સિટી બસ સેવા સંબંધિત ફરિયાદ માટે ૯૮૨૪૬૦૦૪૦૦ કમ્પ્લેઇન નંબર જાહેર કર્યો છે. જેમાં લોકોને મુશ્કેલીના પડે તે માટે સિટી બસ સેવા સંબંધિત ફરિયાદ બેનરો તમામ એટલે કે ૮ બસો પર લગાડી દીધા છે. તેમજ સિટી બસના ૭૫ જેટલા સ્ટોપેજ પર મહેસાણા પાલિકાના ફરિયાદ નંબર ના પોસ્ટરો લગાડવામાં આવશે અને સિટી બસોના બહારના ભાગે પણ ફરિયાદ નંબરના પોસ્ટરો લગાડવામાં આવશે. સિટી બસમાં મુસાફરી કરતા લોકો જાે સિટી બસ જાે કોઈ સ્ટેન્ડ પર ઉભી ન રખાય, સ્ટાફની ગેરવર્તણૂક યોગ્ય ન જણાય, બસ ઓવર સ્પીડમાં દોડતી હોય, સિટી બસ સર્વિસને લગતી અન્ય કોઈ પણ ફરિયાદ હોય, પુરુષોની અનામત સીટ પર મહિલા બેસાડાઈ હોય, સ્વચ્છતા જાળવવામાં આવી ન હોય તો આવી સમસ્યાને લઇ મુસાફરો આપેલા નંબર પર ફરિયાદ કરી શકશે.
