Gujarat

પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે પુજ્ય શ્રી પૃથ્વીરાજબાપુના પાંચમાં પ્રગટ્ય દિનની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી 

જગ્યામાં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જન્મોત્સવને યાદગાર બનાવ્યો.
બોટાદ જીલ્લામાં આવેલ પાળીયાદ ગામે પ્રકટ પીરાણું ગણાતાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ વિહળ ધામ પાળિયાદ ખાતે સૂર્ય યાગ અને ધ્વજારોહણ ઉત્સવ સંપન્ન થયો. શ્રી શ્રી ૧૦૦૮ મહંત પૂજનિયા નિર્મળાબાની નિશ્રામાં બાળઠાકર પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુના પાંચમા પ્રાકટ્ય દિન નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે જગ્યાના ભાવિક ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જન્મોત્સવને યાદગાર બનાવ્યો.
જય વિહળાનાથ ના જયઘોષ સાથે હજારો હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.જગ્યાના આશ્રિત ભક્તો માટે પૂજ્ય પૃથ્વીરાજબાપુ અવતાર છે. વિહળાનાથની કૃપા પ્રસાદી સમાન આ જગ્યામાં પૃથ્વીરાજબાપુ સ્વરૂપે બાળ ઠાકર પધાર્યા છે. પૂજ્ય નિર્મળાબાની વિશુદ્ધ ભક્તિના ફળ સ્વરૂપે ઇશ્વરીય દિવ્ય ચેતનાનું અવતરણ થયું છે. એમના રૂડાં આગમનથી જગ્યા વધુ ઉજાસિત – પ્રકાશિત થઈ છે. જગ્યાના ભક્ત સમુદાયની આ સ્વાનુભૂતિ છે. આજના પ્રસંગે હજારો ભક્તોએ બાળ ઠાકરેનાં દર્શનનો લાભ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. જગ્યાની વ્યવસ્થા અને સંચાલન સંભાળતા પૂજ્ય ભઇલુભાઇની સીધી દેખરેખ અને માર્ગદર્શનથી સંસ્થા અનેક વિધ ધાર્મિક, સામાજિક સેવાથી લોકકલ્યાણનાં શુભ કાર્યો હાથ ધરી રહી છે..
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

IMG-20220314-WA0821.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *