Gujarat

ધૂળેટીના પર્વમાં ચામડીની કઈ રીતે રાખશો કાળજી કેસુડા અને પ્રાકૃતિક તત્વોથી બનેલા કલરથી હોળી રમીએ.

ઉનાળામાં બિમારીથી બચવા ૪ થી ૫ લીટર પાણી પીવું અને સિઝનલ ફ્રુટ ખાવા જોઈએ.
ઉનાળામાં શરીરમાં સેબિસિયસ ગ્લેંડની એક્ટીવીટી ૩ થી ૪ ગણી વધી જવાથી ચામડીના રોગ થવાની શક્યતા વધે છે
ઉનાળાના બળબળતા તાપથી બચવા શું કરવું ?…. જવાબ આપે છે વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્કીન સ્પેશ્યાલિસ્ટ-એમ.ડી. ડો. રવિ શામળા
  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 ઉનાળાના બળબળતા તાપની શરૂઆત થઈ ચૂકી છે. તેનો પ્રભાવ આપડાં સ્વાસ્થ્ય-શરીર પણ પડતો હોય છે. ખાસ કરીને ડીહાઈડ્રેશનની સમસ્યા જોવા મળતી હોય છે. ડીહાઈટ્રેશનને સરળ શબ્દોમાં કહીએ તો, શરીરમાં પાણીનુ પ્રમાણ ઘટી જવું. આ ઉપરાંત આકરા તાપની ચામડી પર વિશેષ અસર પડતી હોય છે. આ સાથે આગામી દિવસોમાં ધૂળેટી પર્વ પણ આવી રહ્યું છે. ત્યારે આ આનંદ-ઉલ્લાસના તહેવારમાં ધૂળેટી રમતી વખતે ચામડીની પણ વિશેષ કાળજી રાખવી જોઈએ. આમ, લોકોની આ સમસ્યાઓથી બચવા શું કરવુ ?  તે અંગે વેરાવળ સિવલ હોસ્પિટલના સ્કીન સ્પેશ્યાલિસ્ટ એમ.ડી. ડો. રવિ શામળાએ દિશાસૂચક માર્ગદર્શન આપે છે.
ઉનાળામાં તાપમાનનો પારો ઉંચે ચડવાથી એટલે કે, આકરા તાપથી શરીરમાં સેબિસિયસ ગ્લેડની એક્ટીવટી ૩ થી ૪ ગણી વધી જતી હોય છે. એટલે ચામડીમાં ઓઈલ પ્રોડક્શન વધી જતુ હોય છે. જેથી ચામડી સંબંધિ રોગોનુ પ્રમાણ વધે છે.  દાદર, ગરમી નીકળવી (મિલેરિયા) એટલે કે અળાઈ નિકળવી, સન બર્ન વાળ ઉતરવા વગેરે સમસ્યાઓ જોવા મળતી હોય છે. આ સમસ્યાઓ નિવારવા સૌ પ્રથમ બોડી હાઈડ્રેટ રાખવું ખૂબ અનિવાર્ય છે. એટલે દિવસમાં ૪ થી ૫ પાંચ લીટર પાણી પીવાનુ અચૂક રાખવું જોઈએ. ઉપરાંત તરબુચ, શેરડીનો રસ, લીંબુ પાણી, દ્રાક્ષ, ફ્રુટ જ્યુસ સહિત અન્ય તરલ પદાર્થો પણ લઈ શકાય. પણ કોલન્ડ્રીંક વગેરેથી દૂર રહેવું હિતાવહ છે.
ડો. રવિ શામળા કહે છે કે, સુર્યના સીધા કિરણોથી ચામડીને પણ ડેમેજ કરતાં હોય છે, જેથી બહાર જતા પહેલા ૩૦ S.P.F. વાળુ સન સ્ક્રીન વાપરવું જોઈએ. સાથે જ તાપથી બચવા કેપ કે, ડાર્ક કપડાથી ચહેરાને ઢાકવો જોઈએ. ઉપરાંત ચહેરાને ફેસ વોશથી સાફ કરવો જોઈએ. તેમા ખાસ કરીને ઓઈલ સ્કીન વાળા લોકોએ ઝેલ બેઈસ અને ડ્રાઈ સ્કીન વાળા લોકોએ ક્રીમ બેઝ ફેસ વોશ વાપરવું વધુ હિતકારી છે. તેમજ દિવસમાં બે થી ત્રણ વાર ઝેલ બેઈઝ લાઈટ મોઈસ્યુરાઈઝર પણ વાપરવું જોઈએ.
ઉનાળામાં લોકોએ દિવસમાં બે વખત ન્હાવાનુ રાખવું જોઈએ. ન્હાયા બાદ શરીરને એકદમ સૂકુ કરવું જોઈએ. ઉનાળામાં ખાસ કરીને જે લોકો દાદર જેવા હઠીલા રોગથી પિડાઈ છે તેઓએ ટર્બીનાફીન, ક્લોટ્રીમાઝોલ  ટ્યુબનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ ડોક્ટરની સલાહ વગર સ્ટીરોઈડ વાળી દવા-ટ્યુબ ન લગાવવી જોઈએ. તેમ જણાવતા ડો. રવિ શામળા કહે છે કે, વેરાવળ-સોમનાથ દરિયાકિનારે હોવાથી સતત ભેજવાળું વાતાવરણની સાથે ખારા પવનોની પણ ચામડી પર અસર થતી હોય છે. એટલે ચામડીની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
*ધૂળેટીના પર્વમાં સ્કીનની વિશેષ કાળજી રાખવી જોઈએ…* આગામી દિવસોમાં ધૂળેટી પર્વ આવી રહ્યું છે. લોકો ધૂળેટી રમવા માટે ખૂબ ઉત્સાહિત પણ હોય છે. ત્યારે આ પર્વનો આનંદ અચૂક માણવો જોઈએ. પરંતુ આ સાથે થોડી કાળજી રાખવી પણ આવશ્યક છે. ખાસ કરીને લોકોએ પાકા કલરથી ધૂળેટી રમવાનુ ટાળવું જોઈએ અને તેની જગ્યાએ કેસુડા કે, પ્રાકૃતિક તત્વોથી બનેલા કલરથી  રમવું જોઈએ. જેમની સ્કીન સેન્સેટિવ છે તેમણે ધૂળેટી રમવાથી દૂર રહેવું જોઈએ. તેમજ ધૂળેટી રમતી વખતે કલર આંખોમાં ન જાય તે માટે ગોગલ્સ પહેરવા હિતાવહ રહે છે. ઉપરાંત ધૂળેટી રમ્યા બાદ સફેદ સાબુથી ન્હાવું જોઈએ. સફેદ સાબુ કલર એજન્ટ નહિવત હોય છે. એટલે સ્કીનને કોઈ હાની થતી નથી. તેમ ડો. રવિ શામળાએ જણાવ્યું હતું.
Attachments area

IMG-20220316-WA0512.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *