Gujarat

છોટાઉદેપુરમાં હોળી-ધુળેટીના તહેવારને અનુલક્ષીને લદાયા કેટલાક પ્રતિબંધો  

છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં હોળી, ધુળેટી વગેરે તહેવાર ઉજવણી કરવામાં આવનાર છે.તહેવાર દરમિયાન જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય વાતાવરણમાં આ તહેવારો ઉજવાય અને પ્રદૂષણ રહિત વાતાવરણ રહે તે માટે જાહેર હિતમાં કેટલાક પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીઆએ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
(૧) હોળી તથા ધુળેટીના તહેવારો અને તેને લગતા મેળાઓ દરમિયાન કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓએ મંડળી બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો અને માર્ગો ઉપર આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન કે મિલકત ઉપર તેમજ આવતા જતાં વાહનોમાં મુસાફરી કરી રહેલ મુસાફરો ઉપર કે વાહનમાં રહેલ માલ-સામાન ઉપર કાદવ, કીચડ, રંગ, અથવા રંગમિશ્રિત કરેલ પાણી, તેલ તથા તેવી કોઈ વસ્તુ ભરેલ ફુગ્ગા, પ્લાસ્ટિકની થેલી કે વસ્તુ નાંખવી/ નખાવવી નહી.
(૨)હોળી તથા ધૂળેટીના તહેવારો દરમિયાન પૈસા ઉઘરાવવા નહીં જાહેર માર્ગો ઉપર પથ્થર -આડશ મૂકી ને કે અન્ય રીતે અવરોધ કરી, આવતા-જતા વાહનોને રોકવામાં નહીં.
(૩)ઉત્સવ દરમિયાન લોકો લાલ, સફેદ, અબીલ, ગુલાલ જેવા પાવડર ઉડાડતા હોય છે જેમાં સફેદ પાવડર કે જે આંખોને નુકસાનકારક હોઈ સફેદ પાવડર નહિ વાપરવા અને ઝેરી પાવડરનો ઉપયોગ ઉપર તથા જલનશીલપદાર્થો ફેંકવા નહીં.
(૪)કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવો નહીં.
(૫)શસ્ત્રો, ડંડા, લાકડી, લાઠી, ગુપ્તી, ધોકા, છરો, તલવાર, ભાલા, સોટી, બંદૂક, ખંજર(અઢી ઇંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા, સડગતી મશાલ અથવા શારીરિક હિંસા પહોંચાડી શકાય તેવું બીજું કોઈપણ સાધન સાથે લઈને ફરવું નહીં.
(૬)પરવાનાવાળા હથિયારો લઇ જાહેર જગ્યાઓએ જવાની, હવામાન ફાયર કરવાની, મેળા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવાની મનાઈ.
(૭)પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની મનાઈ.
(૮)વ્યક્તિઓના પૂતળા બાળવા/ લટકાવવાની/પુતળાને ફાંસી આપવાની મનાઇ.
(૯) જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા નહીં, અશ્લિલ ગીતો ગાવાનહી, ટોળામાં ફરવું નહીં, લોકોએ બૂમો પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ.
(૧૦)જે છટાધાર ભાષણ આપવાથી, ચાડા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાધાર ભાષણઆપવાની તથા ચાળા વિગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
 આ જાહેરનામુ સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુરની હુકમતનો સમગ્ર વિસ્તાર રહેશે. આ હુકમ તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૩/૦૩/૨૦૨૨ (બન્ને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે.
 આ જાહેરનામું જે વ્યક્તિઓ સરકારી અથવા અર્ધ સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય અને તેમને જેના ઉપરી અધિકારીઓએ આવું કોઇ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઈ જવાની જેની ફરજ હોય તેમને લાગું પડશે નહિ.
 આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ તથા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *