પાટણ
સમી તાલુકાના બિસમિલાબાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને આ અંગે જાણ કરી હતી. સમી તાલુકાના અમરાપુર બ્રાન્ચ કેનાલમાંથી બિસમિલાબાદ તરફ જતી માઈનોર બ્રાન્ચ કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જાેવા મળી હતી. જેને લઈ આસપાસથી પસાર થતાં વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતા. લાશને બહાર કાઢી આ અંગે પોલીસ અને તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ અજાણ્યો યુવાન કોણ છે? આ યુવકની હત્યા છે કે આત્મહત્યા, તે તપાસ દરમિયાન જ બહાર આવશે. હાલ તેની ઓળખ પણ થઈ નથી. સમી પોલીસે આ યુવકને લઈ તપાસ કરી રહી છે.
