Gujarat

સાવરકુંડલા નગરપાલિકાએ વર્ષોથી સાવરકુંડલા શહેરના જેસર રોડ તરફ જવા માટે રેલવે ગરનાળામાંથી વહેતાં  ગટરના ગંદા પાણીના પ્રવાહનો ગેલવેનાઈઝ પાઈપ દ્વારા રેલવે અધિકારીને સાથે રાખી નિકાલ કર્યો. અહીંથી પસાર થતા લોકોને હવે આ ગટરના ગંદા પાણીથી છૂટકારો મળતાં હાશકારો અનુભવ્યો. એક તો આજે વર્લ્ડ વોટર ડે એમાં  ગટરના ગંદા પાણીથી લોકોને મુક્તિ મળી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજે વર્લ્ડ વોટર ડે નિમિત્તે સાવરકુંડલા શહેરમા જેસરરોડની તમામ સોસાયટીઓના લોકો માટેનો રેલવે નાળામાં ગટરનો કઠીન પ્રશ્ન હલ થતાં આનંદ છવાયો. આ બાબતે  રેલ્વે અધિકારીને સાથે રાખી રેલવે કેબલને નુકસાન ન થાય તે માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાથેથી ત્રીકમ અને પાવડાથી ખોદકામ કરી જેસર રોડે ગરનાળામાં ગેલવેનાઈઝ  પાઈપ નાખી વર્ષોથી ગટર ઉભરાઈ જતી તે પ્રશ્નનો નીકાલ કરાવી રોડના ખાડામાં કપચી નખાવી રેલવે અધિકારીને સાથે રાખી આ ખુબજ જરૂરી કામ રેલવેના સહયોગથી સંપુણ ખર્ચ નગરપાલિકા દ્વારા કરી આ કામ પુરૂ કર્યું છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીના માર્ગદર્શન મુજબ ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી નગરપાલિકા સદસ્યશ્રીઓ કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ કેશુભાઇ સુડાસમા એ સતત ૪ કલાક સાથે રહી નગરપાલિકાના કર્મચારી કાળુભાઈ ટાંક, કનુભાઈ મૈસુરીયા, બુધાભાઈ જે. સી. બી. વાળા, અને સફાઈ કામદારો દ્વારા આ જેસર રોડ ઉપર રહેતાં તમામ લોકોની આ વિકટ સમસ્યાને દૂર કરતા તમામ લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે ઉપરોક્ત તમામ કામગીરી આજે તારીખ ૨૨ ના વિશ્ર્વ જળ દિવસના રોજ સવારે ૮.૩૦.થી ૧૨.૩૦ સુધીની છે. આમ વિશ્ર્વ વોટર ડે દિવસે ગટરનાં ગંદા પાણીનું ગેલવેનાઈઝ પાઈપ દ્વારા યોગ્ય પરિવહન થતાં અહીં ગરનાળામાથી પસાર થતાં લોકોને હવે ગંદા પાણી કે કીચડમાંથી પસાર નહીં થવું પડે તેવાં પ્રયાસ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા છે. આમ ખરાં અર્થમાં ગંદા પાણીથી છૂટકારો મેળવી સાચા અર્થમાં વર્લ્ડ વોટર ડે ની ઉજવણી પણ કરી ગણાય.

IMG-20220322-WA0025-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *