વેરાવળ
વેરાવળ – કોડીનાર હાઈવે પર મોરડીયા ગામના પાટીયા પાસે પુરઝડપે જતા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક કુરજીભાઈ સોલંકી (રહે, વીરપુર ગીર)ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે તેમના પત્ની તથા પુત્ર અનિલને ઈજા થતા સારવાર માટે ૧૦૮માં ખસેડાયા હતાં. આ અકસ્માત અંગે મૃતક કુરજીભાઈના નાના ભાઈના દીકરાની વાડનો પ્રસંગ હોવાથી પરિવાર સાથે પિખોર ગામે ગયા હતા. જ્યાં પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ તેમની પત્ની તથા પુત્ર સાથે બાઈક પર પિખોરથી ધામળેજ ગામ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. તેમના અન્ય પુત્ર ચેતનભાઈ કુરજીભાઈ સોલંકીની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી સુત્રાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.વેરાવળ – કોડીનાર હાઈવે પર મોરડીયા ગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર જઈ રહેલ વીરપુર ગીર ગામે રહેતા પ્રૌઢને ગંભીર ઈજા થતા કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું. જયારે તેમના પત્ની તથા પુત્રને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
