Gujarat

કોડીનાર માં મુસ્લીમ એકતા મંચ દ્વારા ધોળકામાં ૧૪ વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે આવેદનપત્ર અપાયું મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર રજૂઆતો કરાઇ મુસ્લિમ સમાજમાં પ્રચંડ રોષ  

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
 થોડા દિવસો પહેલા ધોળકા ખાતે ૧૪ વર્ષની સગીરા ઉપર ૧૦ જેટલા નરાધમોએ દ્વારા સામુહિક દુષ્કર્મ નો મામલો સામે આવ્યો હતો અને પીડિતાને ન્યાય અપાવવા લોકો સામે આવ્યા હતા જે મામલે પોલીસ દ્વારા એફ.આઈ.આર દાખલ કરી આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા આ મામલે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ દોડી જઇ પીડિત પરિવાર અને પીડિતાની મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી પીડિત ના પરિવાર દ્વારા મુસ્લિમ અગ્રણી સમક્ષ એનકેન પ્રકારે ધમકીઓ મળતી હોવાની રજૂઆત કરી હતી અને ન્યાયની ગુહાર લગાવી હતી આ મામલે પીડિત પરિવારને ન્યાય મળે અને કેસની ગંભીરતાને ધ્યાને લઇ કેસની તપાસ ઉચ્ચ મહિલા અધિકારીને સોંપવામાં આવે તેમજ સદર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને આરોપીઓ પર નસિયાતબદ કાર્યવાહી કરવામાં આવે તેવી મુસ્લિમ એકતા મંચ દ્વારા આજરોજ કોડીનાર મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી આ રજૂઆતમાં મુસ્લિમ એકતા મંચના તાલુકા પ્રમુખ શબ્બીર ભાઈ સેલોત ઉપ પ્રમુખ ફારૂક ભાઈ ચૌહાણ યુવા પ્રમુખ અદનાન ભાઈ  ખજાનચી આબેદિન ભાઈ વાકોટ તથા હુસૈન ભાઈ સેલોત તથા આસિફ ખાન પઠાણ તથા એડવોકેટ બહેરૂની બાપુ સહિત મુસ્લિમ આગેવાનો જોડાયા હતા.

IMG-20220322-WA0565.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *