Delhi

રૂચી સોયા એફઓપી દ્વારા ૪૩૦૦ કરોડ કંપનીને દેવામુક્ત બનાવશે

નવીદિલ્હી
પતંજલિ આયુર્વેદે નાદાર કંપની રુચિ સોયાનું અધિગ્રહણ કર્યું હતું અને ૨૭મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રુચિ સોયાના શેરને ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. આચાર્ય બાલકૃષ્ણએ કંપનીની લોન અંગે વ્યક્તિગત ગેરંટી આપી છે. આ લોન તે સમયે બેંકો પાસેથી લેવામાં આવી હતી જ્યારે રૂચી સોયાને પતંજલિ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.પતંજલિ આયુર્વેદ ગ્રૂપ દ્વારા નિયંત્રિત અને યોગ ગુરુ બાબા રામદેવની માલિકીની રૂચી સોયાએ તેનું ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ મૂલ્ય રૂ. ૪,૩૦૦ કરોડ રૂ. ૬૧૫-૬૫૦ પ્રતિ શેર નક્કી કર્યું છે. આ ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ ૨૪મીથી ૨૮મી સુધી ખુલ્લું રહેશે અને ૨૮મી માર્ચે બંધ થશે. આ એફપીઓના આગમન સાથે દેશની સૌથી મોટી ખાદ્ય તેલ ઉત્પાદક કંપની બજારમાં ફરીથી લિસ્ટ થશે.એક મીડિયા ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવે કહ્યું કે તેમને ડિસેમ્બર સુધીમાં કંપનીની ૫૦ ટકા ઇક્વિટી વેચવા માટે કહેવામાં આવ્યું હતું. આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ રૂચી સોયાને દેવામાંથી મુક્ત કરવા માટે કરવામાં આવશે. ૬૫૦ રૂપિયાની આ ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ ની અપર પ્રાઇસ બેન્ડ તેની મંગળવારની બંધ કિંમત કરતાં ઘણી ઓછી છે. મંગળવારે રૂચી સોયા રૂ.૯૧૩.૬૦ પર બંધ રહ્યો હતો. કંપનીએ જણાવ્યું છે કે આ એફપીઓ માટે બિડ ૨૧ શેર માટે હશે. ત્યારપછી તેનું ૨૧ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવશે. ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ માંથી મળેલા નાણાંનો ઉપયોગ કંપનીના બાકી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સાથે જ આ નાણાંનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે. આ એફપીઓના ડ્રાફ્ટ પેપર મુજબ ૫ એપ્રિલે શેર ક્રેડિટ કરવામાં આવશે અને તેના એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડની પ્રક્રિયા ૪ એપ્રિલથી શરૂ થશે. રૂચી સોયાએ સૌપ્રથમ ૧૯૮૦માં ન્યુટ્રાલા બ્રાન્ડ હેઠળ ભારતમાં સોયા ફૂડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પતંજલિ ગ્રૂપ દ્વારા હસ્તાંતરણ સાથે રૂચી સોયાને ભારતમાં પતંજલિના વ્યાપક નેટવર્કનો લાભ મળશે. આ કંપનીના પ્રવેશને વધુ મજબૂત બનાવશે.

Ruchi-Soya-FPO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *