નડિયાદ
સીએનજી તથા રાંધણગેસના સિલિન્ડરના ભાવ વધતા બજારમાં પેટ્રોલ-ડીઝલ પણ મોંઘું થઇ રહ્યું હોવાની અફવાઓએ જાેર પકડ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપો પણ બંધ રહેવાની અફવાઓ ફેલાઈ હતી. જેના કારણે સમગ્ર જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપો પર લોકો લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહી પેટ્રોલ પુરાવતા નજરે પડ્યા હતા. પેટ્રોલ પંપ પર મધરાતે એકદમ ઘસારો જાેવા મળતા પેટ્રોલ પંપ માલિકો પણ અચંબામાં પામી ગયા હતા. આ વચ્ચે નડિયાદ શહેરના અમુક પેટ્રોલ પંપ તો ગત સાંજથી બંધ હોવાને કારણે આ આફવાઓને વધુ વેગ મળ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા, પેટ્રોલ-ડીઝલની અછત, ખાનગી ડીલરશીપોનો વિરોધ જેવી અફવાઓએ જાેર પકડ્યું હતું. આ માત્ર એક અફવા છે કોઈ પેટ્રોલ પંપ બંધ રહેવાના નથી. આ મામલે બાબતે હજુ કોઈ નિવેદન કે કઈ જાહેરાત થઈ ન હોવાનું જણાવ્યું છે. જાેકે પબ્લિકના ભારે ઘસારાને કારણે અમુક કલાકોમાં જ હજારો રૂપિયાનો વકરો કરી લેવાયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.સીએનજી તથા રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ વધતાં બજારમાં વિવિધ અફવાઓનો દોર શરૂ થઈ ચૂક્યો હતો. તો વળી કોઈ કારણોસર પેટ્રોલ પંપો પણ બંધ રહેવાના હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા ભારે અફડાતફડી મચી હતી. નડિયાદ સહિત જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપ પર મધરાત્રે પેટ્રોલ પુરાવા લોકોના ટોળેટોળા વળ્યા હતા. અફવાનો માહોલ રહેતા લોકો ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હતી.


