Delhi

પાકિસ્તાની અભિનેતાએ ગંગુબાઈ ફિલ્મ જાેવા આખુ થિયેટર બુક કરાવ્યું

નવીદિલ્હી
આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડીનો ક્રેઝ લોકોમાં હજુ પણ જાેવા મળી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ લોકો ‘ગંગુબાઈ’ની કહાની અને આલિયા ભટ્ટની પ્રતિભાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવો જ ક્રેઝ એક પાકિસ્તાની કપલ એક્ટર મુનીબ બટ્ટ અને એક્ટ્રેસ આઈમાન ખાનનો જાેવા મળ્યો હતો. આલિયા ભટ્ટને સ્ક્રીન પર જાેવા માટે પતિએ પત્ની સાથે આખું થિયેટર બુક કરાવ્યું હતુ. તમને જણાવી દઈએ કે, આઈમાન આલિયા ભટ્ટની મોટી ફેન છે,તેથી તેના પતિ મુનીબ બટ્ટે આ સુંદર સરપ્રાઈઝ આપી હતી. આ કપલને એક સુંદર પુત્રી અમલ મુનીબ પણ છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના બોક્સ ઓફિસ કલેક્શનની.તો ગંગુબાઈ કાઠિયાવાડી ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશનારી આલિયા ભટ્ટની ૫મી ફિલ્મ બની છે, જેણે ૧૦૨.૬૦ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ હજુ પણ ચાહકોની પહેલી પસંદ છે અને તેને અપાર પ્રેમ મળી રહ્યો છે. ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની પણ આ એક છે. રાઝી, ગલી બોય, ૨ સ્ટેટ્‌સ સહિતની આલિયાની ફિલ્મોએ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.હાલમાં જ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ નો દેશ સહિત વિદેશમાં પણ દબદબો જાેવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી હતી પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી રાહત મળી હતી. જાે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી પરંતુ આલિયા ભટ્ટની એક્ટિંગના લોકોએ ખૂબ વખાણ કર્યા અને હવે આ ફિલ્મ સાથે જાેડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાની અભિનેતા મુનીબ બટ્ટે તેની પત્ની સાથે ફિલ્મ જાેવા માટે આખું થિયેટર બુક કરાવ્યુ હતુ.

Gangubai-Kathoawadi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *