Gujarat

નરાવાડી પોલીસ સ્ટેશન દ્વારા મોજે તલાવ ગામે રહેતાં કાળીયાભાઈ ઉફે કાળુ ભાઈ સમજીભાઈ કે.ભીલ ના કબ્જા ભોગવટાના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૭,૩૬૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા  એ.વી.કાટક્ડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ.દેસાઈ સકલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના નસવાડી પોલીસ કર્મચારીઓ ને  બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે મોજે તલાવ ગામે રહેતાં કાળીપાભાઈ ઉર્ફે કાળુભાઈ સમજીભાઈ ડું.ભીલ નાઓ પોતાના ઘરની પાછળ વાડાના ભાગે ભારતીય બનાવટના ઇગ્લીશદારૂનો કેટલોક જથ્થો લાવી સંતાડી રાખેલ છે. તેવી બાતમી હકીકત આધારે નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે સદરી ઈસમના ઘરે પ્રોહી રેઈડ કરતાં સદરી ઈસમના કબ્જા ભોગવટોના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.૨૭,૩૬૦/- ના પ્રોહી મુદામાલ પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220325-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *