Maharashtra

રાજામૌલીની ફિલ્મ આરઆરઆર સોશિયલ મિડીયામાં લીક

મુંબઈ
તાજેતરમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘ઇઇઇ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઘણા સમયથી લોકો આ એક્શન ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા.બીજી તરફ નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી દર્શકો જેટલી જ અપેક્ષા હતી. પરંતુ હવે જે એક સમાચાર સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.અભિનેતા રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ લીક થઈ ગઈ છે. આ ફિલ્મ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એક નિર્માતા ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરે છે, પરંતુ ફિલ્મ ઓનલાઈન લીક થવા માટે માત્ર થોડી જ મિનિટો પૂરતી છે. આ મૂવી ટેલિગ્રામ પર લીક કરવામાં આવી છે સાથે જ તે ૐડ્ઢ ગુણવત્તામાં પણ ઉપલબ્ધ છે. ફિલ્મ સોશિયલ મીડિયા પર લીક થતા મેકર્સ સહિત સ્ટાર્સને પણ ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ ૨૫ માર્ચે રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને પહેલા જ દિવસે વિશ્વભરમાં ૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. તેની રિલીઝના પહેલા જ દિવસે ફિલ્મે માત્ર ભારતમાં ૧૨૫ કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે પ્રથમ દિવસે માત્ર હિન્દી ભાષી પ્રદેશોમાંથી ૧૮ કરોડની કમાણી કરી હતી. જાેકે, આ ફિલ્મ બનાવવા માટે ૩૦૦ કરોડથી વધુનું બજેટ ખર્ચવામાં આવ્યુ છે, એમ મેકર્સનું કહેવું છે. પરંતુ એવું લાગે છે કે આ ફિલ્મ એક અઠવાડિયામાં તેના બજેટ કરતાં બમણી કમાણી કરશે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો અને તમામ ચેનલોએ ૩.૫ સ્ટાર આપ્યા છે. ફિલ્મમાં ઉત્તમ વિઝ્‌યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની કહાની એટલી અલગ નથી કે જે તમે પહેલા ક્યારેય નહીં જાેઈ હોય. આ ફિલ્મની કહાની એક બાળકીના અપહરણને દર્શાવે છે અને આખી ફિલ્મ તેના પર આધારિત છે. ફિલ્મના અંતે બાળકી મળી જાય છે અને ફિલ્મનો અંત અદ્ભુત રીતે થાય છે.

RRR-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *