Maharashtra

કંપનીઓ તમારા પર બોજાે લાદ્યા વિના કેવી રીતે ફુગાવો છુપાવી રહી છે?

શું એક ગ્રાહક તરીકે તમે નોંધ લીધી છે કે તમારા રોજિંદા વપરાશનાં ઉત્પાદનો નાના કદના થતાં જાય છે કે તેની માત્રા ઘટતી જાય છે? મોટા ભાગે આપણને એવું જણાતું હોતું નથી અને કંપનીઓ તેમના વેચાણના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યા વિના તેને યથાવત રાખીને ફાયદો મેળવી રહી છે. નફો રળી લેવા માટે ઉત્પાદનના કદ અને માત્રામાં સંકોચન કરવું તે કોઈ નવી પ્રયુક્તિ નથી, પરંતુ અછત અને ફુગાવાના સમયગાળા દરમિયાન તેની પ્રચલિતતામાં વૃદ્ધિ આવી છે. કેટલાંક ગ્રાહકો તેમના કિરાણાના માલસામાનમાં આવતા સંકોચનની નોંધ લઈ અને શ્રિંકફ્લેશન અંગેની ઇીઙ્ઘઙ્ઘૈં નામક વેબસાઈટના ચોક્કસ મુદ્દા પર તેનું દસ્તાવેજીકરણ પણ કરી રહ્યા છે.
આ અંગે વધુ ઉંડાણમાં જતા પહેલાં આવો વિશ્વના વિક્સિત અને વિકાસમાન રાષ્ટ્રો પર ફુગાવા અને તેની અસર અંગે થોડી સમજ કેળવીએ. સર્વસામાન્ય વ્યાખ્યા મુજબ સમયાંતરે ચોક્કસ હુંડિયામણની ખરીદશક્તિમાં આવતો ઘટાડો એટલે ફુગાવો. એક અર્થવ્યવસ્થામાં નિશ્ચિત સમયગાળામાં જે સ્તરે ખરીદશક્તિમાં ઘટાડો આવે તેવા દરના જથ્થાવાચક અનુમાન પસંદગીના ચોક્કસ માત્રામાં માલસામાન અને સેવાઓની સરેરાશ કિંમતના સ્તરમાં વધારો પ્રતિબિંબિત કરી શકે છે. કિંમતોના સામાન્ય સ્તરમાં આવેલો ઉછાળો હંમેશા ટકાવારીમાં અભિવ્યક્ત કરવામાં આવતો હોય છે, તેનું તાત્પર્ય એવું થાય કે જે ચલણના જથ્થા દ્વારા અગાઉના સમયગાળામાં ખરીદી કરવામાં આવતી હતી, તેમાં અસરકારક રીતે ઘટાડો આવ્યો હોય.
અહીં અલ્પ આવક ધરાવનાર લોકોના વર્ગ પર ફુગાવાની માઠી અસર પહોંચતી હોય છે. એટલે સામાન્ય સમજ કેળવવા માટે આપણે એવું કહી શકીએ કે ફુગાવો જે-તે રાષ્ટ્રના મોંઘવારીના દરને પ્રદર્શિત કરે છે. ફુગાવામાં વધારો થવામાં વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ જેમ કે યુદ્ધ, અસમાન આયાત-નિકાસ, કૃત્રિમ સંગ્રહખોરી, ભાવ વધારો લાદવા માટે કંપનીઓ દ્વારા સાથે મળીને બંધ કરવામાં આવેલો સપ્લાય, કોઈ વસ્તુની માંગમાં આવતો અચાનક ઉછાળો (કોરોનાકાળમાં કેટલીક દવાઓની માંગમાં ઉછાળો આવ્યો હતો, તે સમયે લોકોને જે-તે દવાના મોં-માંગ્યા ભાવ ચૂકવવાની ફરજ પડી હતી), વૈશ્વિક સ્તરે ઈંધણ જેવી સર્વસામાન્ય વપરાશની વસ્તુઓના ભાવમાં આવતો ઉછાળો, વગેરે.
હાલમાં અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં ફુગાવાનો દર ૪૦ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે, શ્રીલંકાના નેશનલ કન્ઝ્‌યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (એનસીપીઆઈ) વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. તે જ પ્રમાણે રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય પર અસર પહોંચતાં કેટલાંક રાષ્ટ્રોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના દર આસમાને પહોંચ્યા હોવાના અહેવાલ છે. જેમ કે શ્રીલંકામાં ચોખાની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂા. ૫૦૦, જ્યારે મિલ્ક પાવડરના ૪૦૦ ગ્રામના પેકની કિંમત રૂા. ૭૯૦ પર, જ્યારે ૧ કિલોગ્રામ ખાંડની કિંમત રૂા. ૨૯૦ના સ્તરે માત્ર ત્રણ દિવસના ગાળામાં પહોંચી છે. આવી જ અનેક ઘટનાઓ વિશેના અહેવાલો આપણી સમક્ષ દરરોજ જાેવા મળતા હોય છે.
અહીં એવો પ્રશ્ન ચોક્કસ આપણા માનસમાં આવે કે આ શ્રિંકફ્લેશન વળી કઈ બલાનું નામ છે?
તેના વિશે થોડી માહિતી આપતાં આપણે આગળ વધીશું. ઘણી વખત એક પ્રોડક્ટની કિંમત યથાવત રાખીને તેનું કદ નાનું કરવું અને તેની માત્રામાં ઘટાડો કરવો તેને “શ્રિંકફ્લેશન” કહેવાય છે. અંગ્રેજી શબ્દ જીરિૈહા (સંકોચન) અને ૈંહકઙ્મટ્ઠંર્ૈહ (ફુગાવો)નું સંયોજન કરીને બનાવવામાં આવેલો આ શબ્દ છે. કંપનીઓ તેમના સપ્લાય માટે ઉંચી કિંમતોનો સામનો કરતી હોય અને તેઓ તેનું ભારણ ગ્રાહકો પર તબદીલ કરવાનો પ્રયાસ કરી શકે છે. આમ, તેની પ્રોડક્ટનું કદ ઘટાડતાં ઉત્પાદકો માટે તેમની પડતર કિંમતમાં ઘટાડો આવતો હોય છે.
અરે, દેશના આંકડા બ્યુરો દ્વારા જારી કરવામાં આવતા ફુગાવાના આંકડાઓ છેલ્લા ૧૨ મહિનાઓમાં વધેલી કિંમતો દર્શાવતા હોય છે. ગ્રાહકોને કદાચ તેની અનુભૂતિ ન થતી હોય કે તેઓ તેમની નિયમિત ખરીદીઓમાંથી કેટલાકમાં વધુ રકમ ચૂકવી રહ્યા છે, કારણ કે કંપનીઓ તે ઉત્પાદનોની કિંમતને યથાવત રાખતાં તેના કદ અને માત્રામાં ઘટાડો કરવાની ચાલાકી આચરતી હોય છે.
કોઈપણ દેશના ખરીદદારો પર એક નજર કરીએ તો તેમનામાં મૂલ્ય-સંવેદનશીલતાનું વલણ ચોક્કસ જાેવા મળતું હોય છે, પરંતુ તેઓ પેકેજિંગના સૂક્ષ્મ ચાર્જીસની નોંધ લેતા હોતા નથી, અથવા તો એક પ્રોડક્ટના કદ અથવા વજન અંગે કરવામાં આવતી પ્રિન્ટ કરાયેલી વિગતો વાંચતા હોતા નથી. તેનું પરિણામ એવું આવે છે કે ગ્રાહકોને એટલી જ કિંમત ચૂકવતાં ઓછો જથ્થો મેળવતા હોવા અંગેની નોંધ નહિવત પ્રમાણમાં ધ્યાનમાં આવતી હોય છે.
સામાન્ય રીતે તેના ગ્રાહકો ઉત્પાદનની કિંમતમાં સીધો વધારો કર્યા વિના ખુશ રહે તેવો સંતોષ જાળવી રાખવા કંપનીઓ પ્રયત્નશીલ રહેતી હોય છે. તેઓ સમાન પ્રકારના ઉત્પાદનનું વેચાણ કરતી કંપનીઓ સાથે તેમની કિંમત સ્પર્ધાત્મક ધોરણે જાળવી રાખવા પણ માંગતા હોય છે. દરેક જથ્થા-કદમાં ફેરફાર માત્ર નફામાં વધારાનો ઉદ્દેશ સાથે જ હોતા નથી. જેના દ્વારા આવા ઉત્પાદનોની કેલરી કે ખાંડની માત્રા મર્યાદિત કરવાના સરકારના નવા નિયમનોથી પણ જે-તે ઉત્પાદનના કદ અને જથ્થામાં બદલાવ આવી શકે છે. કંપનીઓ ચોક્કસ ચેનલોમાં લક્ષિત ઉત્પાદનોની યોગ્ય કિંમત નિર્ધારિત કરવા માટે પીપીપી મોડલ અથવા તો પ્રાઈસ પેક પરચેઝ મોડલનો ઉપયોગ કરતી હોય છે.
ભારતમાં ઉપલબ્ધ વિવિધ ઉત્પાદનો કે જેમાં શ્રિંકફ્લેશનની અસર ફક્ત ૪ વર્ષમાં જાેવા મળી છે, તેની યાદી આ મુજબ છેઃ
ઉત્પાદન વર્ષ ૨૦૧૪ વર્ષ ૨૦૧૮ ઘટાડો
સ્નિકર્સ ચોકલેટ ૨૩૨ ગ્રામ ૧૬૭ ગ્રામ ૨૮.૧ ટકા
ટ્‌વીક્સ ૨૦૦ ગ્રામ ૧૬૦ ગ્રામ ૨૦ ટકા
કિટકેટ ૪૮ ગ્રામ ૪૦ ગ્રામ ૧૬.૭ ટકા
આ ઉપરાંત રૂા. ૧૦માં મળતી હતી તે ૭૦ ગ્રામની જુની મેગીનો જથ્થો ઘટાડીને ૬૦ ગ્રામ કરાયો, ૭૦ ગ્રામની નવી રૂા. ૧૨ના મૂલ્યની મેગીની રજૂઆત કરવામાં આવી, કંપનીએ મેગી હંગરૂ નામે નવું ઉત્પાદન જારી કરીને તેનો ૧૦૫ ગ્રામનો જથ્થો ધરાવતું પેક રૂા. ૧૫ની કિંમતે રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત એવા અનેક ઉત્પાદનો છે કે જેમાં કંપનીની નફાકારક્તા યથાવત રહે તે બાબતને ધ્યાનમાં રાખીને તેના કદ અને જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *