નવીદિલ્હી
કેટલીકવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે સંસદમાં હાસ્ય અને જાેક્સની ક્ષણો સાથે હળવાશનું વાતાવરણ પણ જાેવા મળે છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં પણ આવું જ કંઈક જાેવા મળ્યું હતું. મલયાલમ એક્ટર અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી નવા લુકમાં જાેવા મળ્યા. જેને જાેઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા. સુરેશ ગોપી બોલવા ઊભા થયા અને તેઓ કાંઈ બોલે તે પહેલા જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ અટકાવીને પૂછ્યું કે, શું માસ્ક છે કે દાઢી? આ પૂછતાં જ રાજ્યસભાના તમામ સાંસદો હસી પડ્યા. ઉપરાષ્ટ્રપતિના પ્રશ્નના જવાબમાં સુરેશ ગોપીએ કહ્યું કે, આગામી ફિલ્મ માટે આ તેમનો નવો લુક છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ સંતુષ્ટ દેખાયા અને સાંસદ સુરેશ ગોપીએ ગૃહમાં પોતાની વાત રાખી. અગાઉ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, બાળકોનું કુપોષણ, લિંગ અસમાનતા, સ્વચ્છ પાણીની સમાન પહોંચનો અભાવ અને પર્યાવરણીય પ્રદૂષણ એ કેટલાક પરિબળો છે જે ભારતની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેમણે કહ્યું કે, દેશે ટકાઉ વિકાસ લક્ષ્યો એજન્ડા ૨૦૩૦ હાંસલ કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તમામ દેશોએ પૃથ્વી ગ્રહને બચાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા જાેઈએ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રાસંગિકતા યાદ અપાવી. તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે, ૨૦૨૧માં ભારતને ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ૧૨૦મું સ્થાન આપવામાં આવ્યું હતું અને ફિનલેન્ડ, સ્વીડન અને ડેનમાર્ક જેવા દેશો યાદીમાં ટોચ પર છે. “આ એક એવો મામલો છે જેને ગંભીરતાથી લેવો જાેઈએ,”
