Gujarat

અમરેલીના ધારેશ્વર ગામમાં ખેડૂત પર જંગલી ભૂંડનો હુમલો

અમરેલી
અમરેલી જિલ્લાના ધારેશ્વર ગામના ખેડૂત માણદભાઈ બાબરીયા વાડી વિસ્તારમાં પાણી વળતા હતા, ત્યારે પાછળથી ભૂંડ આવી ખેડૂત ઉપર હુમલો કરતા ખેડૂતના પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ખેડૂતને લોહીયાણ હાલતમાં રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભૂંડનો વસવાટ હોવાને કારણે ખેડૂતો પણ પરેશાની ભોગવી રહ્યા છે અને ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે. ખેડૂતોના પાક ઉપર પણ નુકસાન કરતા હોવાને કારણે ખેડૂતોને નીલગાય અને ભૂંડના કારણે ખેતીમાં પણ નુકસાન જઇ રહ્યું છે. અહીં ખેડૂતોના કહેવા પ્રમાણે જંગલી ભૂંડના ટોળા મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે અને દિવસ રાત સતત આંટાફેરા કરતા હોય છે. ખેડૂત ઉપર હુમલાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. અમારા ગામના ભૂંડનો આતંક છે, ખેડૂત ઉપર હુમલો થયો છે. પાક અમારો ખાઇ જાય છે. ખેડૂતોના પાકને નીલગાય અને ભૂંડના કારણે ઘણું નુકસાન છે. આજે તો ખેડૂત ઉપર હુમલો કરી દીધો છે ખેડૂત ને કેવી રીતે ખેતી કરવી?અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વવર ગામના ખેડૂત પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાેકે, આ હુમલાને લઇને અન્ય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

Wild-boar-attack-serious-injuries-to-the-legs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *