નડિયાદ
નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલી સંતરામ સોસાયટીમાં બાલાત્રીપુરા ભૂવન નામના બે માળનાં મકાનના પાછળના ભાગેથી એક મૃત અવસ્થામાં બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આજે સવારે આ મકાનમા? રહેતા લોકોને આ અંગેની જાણ થતાં તેઓ ચોકી ઉઠ્યા છે. સૌપ્રથમ મકાનમાં કામ કરતા કામવાળા બહેનને જાણ? થઈ હતી. જે બાદ સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મળી આવેલું મૃત બાળકની વાત કરવામાં આવે તો? ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની કોથળીમાં આ શીશુને બાંધી ઓક્સિજન પણ ન મળે તે? રીતે બહેરહેમી પૂર્વક બાંધી અહીંયા ઈરાદા પૂર્વક મૂકી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પોલીથીનની પ્લાસ્ટીકની કોથળી પર પગલુછણીયુ પણ ઢાંકી દીધું હતું. જેથી કરીને કોઈને શંકા પણ ન જાય તેમ કોઈ ર્નિલજ્જે પોતાનુ પાપ છુપાવવા આ કાવતરુ રચ્યું છે. પહોંચેલી ટાઉન પોલીસે ગુનો નોંધવાના ચક્રોગતિમાન કર્યા છે. સાથે સાથે વિવિધ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે. તો વળી ડીવાયએસપીએ પણ જાતે બનાવ સ્થળે દોડી ગયા હતા. શરીરના રૂવાડા ઊભા કરી દે તેવી ઘટનાથી ભારે ચકચાર જાગી છે. આ એક ઘટના નથી ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને પોલીસ ચોપડે નોંધાયો છે. અગાઉ જિલ્લા પોલીસે નડિયાદમાથી કૂખ ભાડે આપી વ્યવસ્થિત ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે થોડા માસ અગાઉ એક અનાથાશ્રમના ગેટ પાસે મહિલાઓએ વેચાણ લીધેલ બાળકને પણ તરછોડી નાસી છૂટ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. તો વળી તાજેતરમાં શહેરના એક બ્રિજ નીચેથી તાજું જન્મેલું બાળક પણ મળી આવ્યું હતું. આ તમામ કલંકિત ઘટનાઓ સાક્ષરનગરી નડિયાદ માટે બદનામ રૂપ કહી શકાય. આવી ઘટનાઓને અટકાવવા પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તો આવી ઘટના ઉપર બ્રેક વાગે તેમ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ મળી આવેલું મૃત આ બાળક અંદાજિત સાતેક માસનું હોવાનું જાણવા મળે છે. વધુમાં મકાનના પાછળના વરંડામાંથી મળી આવેલા આ મૃત બાળક કોણ મૂકી ગયુ તે તપાસનો વિષય છે. મહત્વની વાત કરવામાં આવે તો આ મકાનમાં પાછળની બાજુ પ્રવેશવાનો ફક્ત એક જ રસ્તો છે. રાત્રિના અંધકારમાં કોઈ ઈસમોએ પાપ છુપાવવા આ કાવતરું કર્યું હોવાનું પોલીસનુ પ્રાથમિક અનુમાન છે. જ્યારે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લેશે અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ આદરી છે.
