Delhi

ગુજરાત ટાઈટન્સનો ૫ વિકેટે રોમાંચક વિજય

નવીદિલ્હી
ઈન્ડિયન્સ સુપર લીગની ૧૫ મી સિઝનની ૪થી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે રમાઇ હતી. ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાની રણનિતી અપનાવી હતી. હાર્દિકની યોજના કેએલ રાહુલની ટીમ સામે સફળ રહી હતી. લખનૌએ ચડાવ ઉતારવાળી રમત સાથે મેચને પોતના નામે લખી દેવામાં સફળતા મેળવી હતી. રાહુલ તેવટીયાએ મેચને ટીમની જીત સુધી પહોંચાડવાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આમ હાર્દિક પંડ્યાને પોતાની કેપ્ટનશીપ ના રુપની ઈનીંગની શરુઆત જીત સાથે થઇ હતી. રાહુલ તેવટિયાએ ગુજરાતની ટીમની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની ટીમે મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, એવા સમયે બાજી લખનૌ બાજી જઇ રહી હતી ત્યારે જ રાહુલે શાનદાર રમત રમી બતાવી હતી. ગુજરાતની ટીમે ઓપનર શુભમન ગિલની વિકેટ પ્રથમ ઓવરમાંજ ગુમાવી દીધી હતી. એ વખતે ટીમનો સ્કોર ૪ રન હતો અને ત્યારે જ તે શૂન્ય પર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ વિજય શંકર (૪) ની વિકેટ પણ ઝડપથી ગુમાવી હતી. તેને ચામિરાએ બોલ્ડ કરી દીધો હતો. આમ ૧૫ રનના સ્કોર પર જ ગુજરાતે ૨ વિકેટ ગુમાવી દેતા દબાણની સ્થિતી સર્જાઇ હતી. જાેકે બાદમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઓપનર મેથ્યુ વેડ એ રમતને સંભાળી હતી. પંડ્યાએ આક્રમક રમતની શરુઆત કરી હતી. તેણે ૧ છગ્ગો અને ૫ ચોગ્ગા વડે ૩૩ રન ટીમના સ્કોરમાં જાેડ્યા હતા. પરંતુ તેણે ટીમ ૭૨ ના સ્કોર પર હતી. ત્યારે જ વિકેટ ગુમાવી દીધી હતી. તેના બાદ તુરત જ ઓપનર વેડેએ પણ વિકેટ ગુમાવતા ગુજરાતની સ્થિતી મુશ્કેલ બની હતી. ડેવિડ મિલરે કેટલાક અંશે ટીમની સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ ૩૦ રન જાેડીને પેવેલિયન પરત ફર્યો હતો. જાેકે રાહુલ તેવટિયાએ લખનૌના મોં એ પહોંચેલા કોળીયાને છિનવવા રુપ રમત રમી હતી. વેડે અને પંડ્યા જેવા ખેલાડીઓએ વિકેટ ગુમાવવાની અસર તેની પર વર્તાઇ નહોતી. તેણે જીત સુધી ક્રિઝ પર રહીને ગુજરાતની ટીમને ડેબ્યૂ મેચમાં વિજય અપાવ્યો હતો. આ માટે તેણે જીતની જવાબદારી સ્વિકારી લઇને સ્ટ્રાઇક પોતાની પાસે વધુ રાખવા પ્રયાસ કર્યો હતો, સાથે જ ૨૪ બોલમાં ૪૦ રન નોંધાવ્યા હતા. તેણે ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા અને ૧૬૬ થી વધુની સ્ટ્રાઇક થી રન કર્યા હતા. આ પહેલા મોહમ્મદ શામીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ૪ ઓવરના સ્પેલમાં ૩ વિકેટ ઝડપી હતી. તેણે મેચની શરુઆતના પ્રથમ બોલે જ વિકેટ ઝડપીને લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલને શૂન્ય પર પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સિવાય વરુણ આરોને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી. લખનૌ વતી દુષ્મંતા ચામિરાએ ૨ વિકેટ અને કૃણાલ પંડ્યાએ ભાઇ હાર્દિક પંડ્યાના રુપમાં એક વિકેટ ઝડપી હતી. દિપક હુડાએ પણ એક વિકેટ મેળવી હતી.

Gujarat-Titans-vs-Lucknow-Super-Giants.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *