રિપોર્ટર: વિક્રમ સાખટ રાજુલા
*મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની તેમજ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તથા પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાં સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ સફળ રેઇડો કરી દારૂ/જુગારની બદીને ડામવાં કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.ડી.જેઠવા તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા લોકરક્ષક ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા લોકરક્ષક ભરતસિંહ લાખાભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ તથા વુમન લોકરક્ષક કિંજલબેન મહેન્દ્રભાઇનાઓએ રાજુલા ડોળીના પટ્ટ વિસ્તારમાં જાહેરમાં લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા પાંચ પુરૂષો તથા ત્રણ મહીલાઓને રોકડા રૂ.૧૪,૫૦૦/-મળી કુલ રૂ.૨૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:–*
(૧) ગીરીશભાઇ જેઠાભાઇ સોલંકી (૨) કિશોરભાઇ મંગાભાઇ બાબરીયા (૩) સોહીલભાઇ સુલેમાનભાઇ અગવાન (૪) મહેશભાઇ અમરાભાઇ બાબરીયા (૫) નિલેશભાઇ ઘનશ્યામભાઇ જોષી (૬) જયાબેન ઉર્ફે રાણીબેન વા/ઓ જેઠાભાઇ નારણભાઇ સોલંકી (૭) નર્મદાબેન ઉર્ફે ઢેફુ વા/ઓ ખીમાભાઇ ભાયાભાઇ મકવાણા (૮) જયાબેન વા/ઓ બટુકભાઇ જેરામભાઇ સોલંકી રહે.તમામ રાજુલા જી.અમરેલી


