સમસ્ત પરમાર ક્ષત્રિય સમાજ જામનગરના કારોબારી સભ્યશ્રી પરમાર ક્રિપાલસિંહ રણજીતસિંહ(ગોદાવરી) માતાજીના દર્શનાર્થે જામનગર થી મોમાઈ મોરા (કચ્છ) સપરિવાર પગપાળા રવાના થયા છે.જેઓ
આજ રોજ લાકડીયા(ભચાઉ) ખાતે પહોંચતા આ તકે સમસ્ત પરમાર ક્ષત્રિય સમાજ જામનગરના પ્રમુખ શ્રી રવિરાજસિંહ પરમાર, ઉપ પ્રમુખ શ્રી દિલીપસિંહ તેમજ કારોબારી સભ્ય શ્રી ગિરિરાજસિંહ અને રામદેવસિંહ દ્વારા જામનગરથી કચ્છ પહોંચી તેમનું લાકડીયા મુકામે સ્વાગત કરવામાં આવેલ અને માં મોમાઈ તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરે તેવી પ્રાર્થના કરેલ


