Gujarat

જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભની તરણ સ્પર્ધા અને સ્કેટિંગ સ્પર્ધામાં સાવરકુંડલા સરકારી પ્રાથમિક શાળા પે  સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરે છે જેના અંતર્ગત ખો-ખો કબડ્ડી રસ્સાખેચ ,યોગાસન, ગોળાફેક જેવી સ્પર્ધાઓ તાલુકા કક્ષાએથી રમાય છે
ક્યારેક કેટલીક સ્પર્ધાઓ સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થાય છે જેવીકે તરણ સ્પર્ધા , સ્કેટિંગ ,કરાટે, જુડો, રેસ્લિંગ. જેમાં સાવરકુંડલા સરકારી પ્રાથમિક શાળા પે.સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થી ચૌહાણ વિશાલ ખોડાભાઈ કે જે ધોરણ ૭ માં અભ્યાસ કરે છે. તેમણે ૧૦૦ મીટર અને ૪૦૦ મીટરની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત જિલ્લાકક્ષાની સ્કેટિંગ ની સ્પર્ધા  પટેલ સંકુલ અમરેલી ખાતે યોજાઇ હતી જેમાં ધોરણ ૮ ના વિદ્યાર્થી આંબલીયા અનિકેત ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ સુહાગ્યા દીપ ,ગેલાણી જેનીલે ભાગ લીધો હતો. આ તકે ટીમ મેનેજર અને કોચ શાળાના શિક્ષક હિતેશભાઈ જોષી,વ્યાયામ શિક્ષક  અલ્પેશભાઈ સીતાપરા, શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ જાદવ CRC કૃતિકાબેન તથા સમગ્ર સ્ટાફે સ્કેટિંગ સ્પર્ધા અને તરણ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ. અત્રે નોંધનીય છે કે તરણ સ્પર્ધા અને સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ વખત આ સરકારી શાળાના બાળકોએ ભાગ લીધો હતો

IMG-20220330-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *