Gujarat

ગાંધીનગરના રાઠોડ પાલડી પાસે ટ્રેકટરની પાછળ કાર ઘૂસી જતાં ૧નું મોત

ગાંધીનગર
અમદાવાદનાં ન્યુ રાણીપ અરિહંત પ્લાઝા ખાતે રહેતા ૪૨ વર્ષીય મીતેશ ગિરીશભાઈ દરજી અને તેના મિત્ર ચંદ્રેશ દરજી કાર લઈને માણસા તાલુકાના કૂકરવાડા ગામે કામ અર્થે ગયા હતા. ત્યારે રાત્રીના સમયે રાઠોડ પાલડી ગામના પાટીયા પાસે આગલ ટ્રેક્ટર ટ્રોલી જઈ રહી હતી. રાત્રીના સમયે અંધારું બહુ હોવાથી મીતેશ દરજીને આગળ જઈ રહેલું ટ્રેકટર દેખાયું ન હતું અને પૂરપાટ ઝડપે ટ્રોલીમાં કરતા ઘુસાડી દીધી હતી. જેનાં કારણે કારમાં સવાર બન્ને મિત્રોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત સર્જાતા રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને બન્ને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. બાદમાં બન્નેને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મીતેશ દરજીને છાતીના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે ચંદ્રેશને સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગરના માણસા તાલુકાના રાઠોડ પાલડી પાસે અંધકારમાં ટ્રેક્ટર ટ્રોલીની પાછળ કાર ઘૂસી જતાં અમદાવાદના ૪૨ વર્ષીય ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં માણસા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *