મુંબઈ
રાજામૌલીની આ ફિલ્મ દેશની આઝાદી પહેલાના ભારતને દર્શાવે છે. ફિલ્મની કહાની કોમારામ ભીમ અને સીતારામ રાજુના સ્વાતંત્ર્ય સંગ્રામથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં જુનિયર દ્ગ્ઇ અને રામ ચરણ ઉપરાંત આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળી રહ્યા છે.‘બાહુબલી’ના નિર્માતા એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ આર.આર.આર બોક્સ ઓફિસ પર કલેક્શનનો વરસાદ કરી રહી છે. પાંચમા દિવસે રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ‘આર.આર.આર’નું વિશ્વવ્યાપી કલેક્શન ૬૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મ આર.આર.આરને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વિવેચકો અને દર્શકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે. જાે ટ્રેડ એક્સપર્ટનું માનીએ તો ફિલ્મ આગામી સપ્તાહમાં પણ આવી જ કમાણી કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મે શરૂઆતના દિવસે જ અનેક ભાષાઓમાં ૨૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં ૭૦ કરોડની કમાણી કરી હતી. ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ ઇઇઇ એ હિન્દી બેલ્ટની ટોપ ૫ સ્કોરર ફિલ્મોમાં ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. તરણ આદર્શે ટિ્વટ કરીને કહ્યું કે રણવીર સિંહની ફિલ્મ ૮૩ આ લિસ્ટમાં ૫માં સ્થાન પર છે, જેણે સોમવારે ૭.૨૯ લાખ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા નંબર પર ગંગુબાઈ કાઠિયાવાડી છે, જેમણે ૮ કરોડ ૧૯ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્રીજા નંબર પર સૂર્યવંશી છે જેણે ૧૪ કરોડ ૫૧ લાખ રૂપિયાની કમાણી કરી છે. કાશ્મીર ફાઇલ્સ બીજા નંબર પર છે જેણે ૧૫.૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.સાથે જ ફિલ્મ આર.આર.આર એ ૧૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ આર.આર.આરએ કલેક્શનના મામલામાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. કાશ્મીર ફાઇલ્સ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આર.આર.આર એ કાશ્મીર ફાઇલ્સના પ્રથમ સોમવારના કલેક્શનને પાછળ છોડી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, આર.આર.આર એ સોમવારે ૧૬ થી ૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
