નવીદિલ્હી
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ વિશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ ર્નિણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ દરેક કેન્દ્રીય કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૨૨થી મળશે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને ૩૪% મોંઘવારી ભથ્થું આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલાં ૩૧%ની જાેગવાઈ હતી. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીથી બચવા માટે તેમની સેલરી પેન્શનમાં આ કમ્પોનન્ટ જાેડવામાં આવ્યું છે. સરકારના આ ર્નિણયથી એક કરોડથી વધારે કર્મચારીઓને લાભ મળવાનો છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા ૫૦ લાખથી વધારે છે. જ્યારે ૬૫ લાખ પૂર્વ કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે. આ રીતે ડીએ વધતાં સીધા ૧.૧૫ કરોડ લોકોને સીધો લાભ થશે. તે માટે નીચે લખેલી ફોર્મ્યુલામાં તમારી સેલરી ભરો…(બેઝિક પે ગ્રેડ પે)*ડીએ%= ડીએ રકમ સરળ શબ્દોમાં સમજીએ તો બેઝિક સેલરીમાં ગ્રેડ સેલરીનો ઉમેરો કર્યા પછી જે રકમ આવે તેનો મોંઘવારી ભથ્થા સાથે એટલે કે ૩ સાથે ગુણાકાર કરવો. જે રકમ આવે તેને જ મોંઘવારી ભથ્થુ એટલે કે ડેઅરનેસ અલાઉન્સ કહેવામાં આવે છે. હવે આને એક ઉદાહરણ તરીકે સમજીએ, માનીલો કે તમારો બેઝિક સેલરી ૧૦ હજાર રૂપિયા છે અને ગ્રેડ પે ૧૦૦૦ રૂપિયા છે. બંને ભેગા કરતાં ૧૧ હજાર થયા. હવે વધેલા ૩૪% મોંઘવારી ભથ્થા પ્રમાણે જાેઈએ તો તે ૩,૭૪૦ રૂપિયા થયા. બધુ ભેગુ કરીને તમારી કુલ સેલરી ૧૪,૭૪૦ રૂપિયા થયા. આ પહેલાં ૩૧ ટકા ડીએ પ્રમાણે ૧૪,૪૧૦ રૂપિયા સેલરી મળતા હતા. હવે ડીએ ૩૧થી વધી ૩૪ ટકા થતાં દર મહિને ૩૩૦ રૂપિયાનો ફાયદો થયો.મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનો ફાયદો ૫૦ લાખ કર્મચારી અને ૬૫ લાખ પેન્શનરોને મળશે. આજે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ડીએમાં ૩ ટકાનો વધારો થયા પછી હવે એ ૩૧ ટકાથી વધીને ૩૪ ટકા થયો છે.
