ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ આયોજિત પાણી બચાવો, વ્યસન મુક્તિ, તેમજ પ્લાસ્ટીકના ઉપયોગથી થતા નુકશાની અંતર્ગત સરસ મજાનું કોમેડી સાથે વ્યક્તિમાં જાગૃતિ આવે તેવું શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના યુવા અધિકારી સચિનભાઈ પાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જામકંડોરણા તાલુકાના ખોડલધામ મહિલા મંડળનો સંપૂર્ણ સહયોગ રહેલ. આ નાટકનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ આ કાર્યક્રમ નિહાળી આનંદ લીધેલ હતો.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


