અમદાવાદ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં આવી ગઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જાેવા મળી રહ્યું છે .આજે થયેલી બદલીઓમાં ૫૭ આઈપીએસની બદલી, જ્યારે ૨૦ની બઢતી થઈ છે. એમાં ૯ ડીવાયએસપી, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ બદલીઓ થઈ છે. આ સાથે રાજ્યમાં કડક છબિ ધરાવતા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરતાં કેટલાક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં બદલીઓ કરવામાં આવી છે એમાં ડીવાયએસપીમાંથી પ્રમોશન મેળવીને એસપીએસ બનેલા અધિકારીઓ, જેમનું પોસ્ટિંગ બાકી હતું તેમનું પણ આજે પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના ૬ ઝોનના ડીસીપીની બદલી થઈ છે, જેમાં ઝોન ૧ ડીસીપી રવીન્દ્ર પટેલની ભાવનગર એસપી તરીકે બદલી થઇ છે. ઝોન ૧ ડીસીપી તરીકે ડો.લવીના સિંહને મૂકવામા આવ્યા છે. ઝોન ૨ ડીસીપી વિજયકુમાર પટેલની બદલી પાટણ એસપી તરીકે કરવામાં આવી છે અને ઝોન ૨ ડીસીપી તરીકે જયદીપસિંહ જાડેજાને મૂકવામાં આવ્યા છે. ઝોન ૩ ડીસીપી તરીકે સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે. ઝોન ૪ ડીસીપી રાજેશ ગઢિયાને ખેડા એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ઝોન ૪ ડીસીપી તરીકે અમદાવાદ એસઓજી ડીસીપી મુકેશ પટેલને મૂકવામાં આવ્યા છે. ઝોન ૫ ડીસીપી અચલ ત્યાગીને મહેસાણા એસપી તરીકે મુકાયા છે અને ઝોન ૫ ડીસીપી તરીકે બળદેવ દેસાઈને મૂકવામાં આવ્યા છે. ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુને જામનગર એસપી તરીકે મુકાયા છે અને તેમની જગ્યાએ ભગીરથસિંહ જાડેજાને ઝોન ૭ ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે.


