Gujarat

નેત્રંગ – ડેડીયાપાડા વચ્ચે ૨ બાઈક અથડાતાં એકનું મોત

ભરૂચ
નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર શણકોઈથી કૂપ ગામની વચ્ચે ગજાનંદ હોટલના નાળા પાસે બે બાઈક સામસામે ભટકાતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. મૂળ ડેડીયાપાડાના ઝરણાવાડી અને હાલ ઝઘડિયા તાલુકાના જામોલી ગામની નવી નગરીમાં રહેતો વિનેશ વીરસીંગ વસાવા પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.જી.૩૦૯૭ લઇ મિત્ર અલ્પેશ વસાવા સાથે પોતાના માતા-પિતાના ઘરે ગયો હતો. જે પરત ઝઘડિયા ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર શણકોઈથી કૂપ ગામની વચ્ચે ગજાનંદ હોટલના નાળા પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ બાઈક નંબર-જી.જે.૧૬.ડી.બી.૦૨૨૧ વિનેશ વસાવાની બાઈક સાથે સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિનેશ વસાવા, અલ્પેશ વસાવા અને અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિનેશ વસાવાની હાલત વધુ ગંભીર જણાતા તેને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Two-bikes-collided-head-on-killing-one-and-injuring-two.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *