Gujarat

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જાેડાય તેવી શક્યતા

પાલનપુર
૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મણીભાઈ વાઘેલાની ટિકિટ કાપીને જીગ્નેશ મેવાણીને પ્રમોટ કરવામાં આવ્યા હતા. જાેકે, ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલા વડગામ વિધાનસભાથી જીતેલા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને ટિકિટ ન આપી હતી જેને લઇને મણીભાઈ વાઘેલા પક્ષથી નારાજ થયા હતા. હવે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે મણીભાઈ વાઘેલા વડાપ્રધાન સાથેની મુલાકાતના ફોટા ફેસબુક એકાઉન્ટમાં મુકતા મણીભાઈ ભાજપ સાથે જાેડાઈ તેવા સંકેતો જાેવા મળી રહ્યા છે.વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જાેડાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જાેડાય તેવી અટકળો વહેતી થઈ હતી, ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનાના મણીભાઈ વાઘેલા પોતા ફેસબુક એકાઉન્ટમાં મુક્યા છે. જે બાદ મણીભાઈ વાઘેલા ભાજપમાં જાેડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જાેવા મળી રહી છે.

Former-MLA-Manibhai-Vaghela-likely-to-join-BJP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *