ભરૂચ
મૂળ યુપીના અને હાલ ઝગડિયાના ખાડિયા રોડ પર આઈ.ટી.આઈ.ની બાજુમાં ગોકુળ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય રાકેશ પ્રભુનાથ કશ્યપ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.એસ.૨૧૮૭ લઇ પોતાની ભાભી મુન્નીદેવી અનિલકુમાર કશ્યપને લઈને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાંથી પરત તે ઝઘડિયા ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે પર મોતાલી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાકેશ કશ્યપ અને ભાભી મુન્નીદેવીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર નેશનલ હાઇવે પર મોતાલી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં ભાઈ-ભાભીનું કરુણ મોત નીપજ્યું હતું.
