Gujarat

નડિયાદમાં નવી ઈએનટી ક્લિનિકનો પ્રારંભ થયો

નડિયાદ
નડિયાદમાં હોસ્પિટલોમાં નવી ઈએનટી ક્લિનિકનો પ્રારંભ થતા લોકોને વધારે ફાયદો થઇ શકે તેવું છે. હેલ્થ નગરી તરીકે જાણીતા બનેલ ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં કાન, નાક ગળાના દર્દોઓ માટે વધુ એક સુવિધાનો પ્રારંભ થયો છે. નડિયાદની પ્રખ્યાત મહાગુજરાત હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપ્યા બાદ ગોલ્ડ મેડલિસ્ટ ઇએનટી સર્જન ડોક્ટર શ્રદ્ધા સિધ દ્વારા સંતરામ રોડ ઉપર ડી પી દેસાઈ સ્કૂલની સામે ઈએનટી ક્લિનિકનો પ્રારંભ કર્યો છે. આ હોસ્પિટલનુ ઉદ્‌ઘાટન મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદના પ્રખ્યાત યુરોલોજિસ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મહેશ આર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સમગ્ર ખેડા પંથકના દર્દીઓને ઉત્તમ સેવા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અદા કરવા અનુરોધ કર્યો હતો. તેમજ યુરોલોજી જનરલ સર્જન ડોક્ટર અભિષેક સિંધે જરૂરતમંદ દર્દીઓને ઉત્તમ સેવાઓ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર નડિયાદના નિર્ગુણદાસજી મહારાજ તથા સત્ય દાસજી મહારાજ તેમજ સુશ્રી જ્યોત્સનાબેન દેશમુખ તથા શુભેચ્છકોએ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતા. આ હોસ્પિટલમાં એન્ડોસ્કોપી શ્રવણ ક્ષમતા પરીક્ષણ તથા ઓડિયોલોસ સુવિધાઓ ઓડિયોગ્રામ હીયરીંગ ટેસ્ટિંગ ઓપરેશન થિયેટર એલર્જી તથા સાઇનસ રોગોનું નિદાન નાસુર સ્વરપેટી તેમજ ગળાના કાકડાનું ઓપરેશન તેમજ થાઇરોડ વગેરે રોગોના નિદાન તથા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

Launch-of-ENT-Clinic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *