Gujarat

મહેસાણાના છઠિયારડામાં ફરી દીપડો દેખાતા વનવિભાગ થયું એલર્ટ

મહેસાણા
છઠિયારડામાં ત્રણ સ્થળે દીપડો જાેતા મળતા ગામના પૂર્વ સરપંચ એમ.કે.પઠાણએ મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ મહેસાણા ફોરેસ્ટ વિભાગ અને કલેક્ટરને જાણ કરી હતી. છેલ્લા પાંચ દિવસમાં દીપડાના આ વિસ્તારમાં આંટાફેરા વધ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા યોગ્ય અને નક્કર કામગીરી નહિ કરવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહેસાણાના છઠિયારડામાં પાંચ દિવસ બાદ પાછો દીપડો દેખા દેતા ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. દીપડો ત્રણ જગ્યાઓ જાેવા મળ્યો હતો. જેમાં રહેણાંક વિસ્તાર નજીક આવેલા સધી માતા મંદિર પાસે એક દંપતીએ દીપડાને જાેતાં તેમના સહિત ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. બુટા પાલડી રોડ પર એક ખેતરમાં દીપડો જાેવા મળ્યો હતો. જેના પગલે વન વિભાગની ટીમે ગામમાં પાંજરા મૂકી તપાસ આદરી હતી. છઠિયારડામાં દીપડો દેખાયા બાદ ફરીથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા જાેવા મળ્યા હતા. છઠિયારડાના સધી માતા મંદિર પાસે વિરમભાઈ મણિલાલ પટેલ અને તેમના પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે મંદિર પાસે દીપડો જાેતા તેમના હોશ ઉડી ગયા હતા. જેથી તુરંત તેમણે નજીકમાં રહેણાંક વિસ્તારમાં જાણ કરતા ગામ લોકો પણ ભેગા થઈ ગયા હતા. તો બુટા પાલડી રોડ પર ખેડૂતોએ ખેતરમાં દીપડો જાેયો હતો. એથી ત્યાં ગ્રામજનો પહોંચતા દીપડો ફરાર થઈ ગયો હતો. જાે કે છઠિયારડા સીમમાં ખેતરમાં ગામના અયૂબભાઈ દીપડો જાેતા તે પણ ડરી ગયા હતા.

The-forest-department-was-alerted-when-the-panther-appeared-again.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *