Gujarat

સાવરકુંડલા માર્કેટયાર્ડ ખુલતાંની સાથે જ ઘઉં અને ચણાની બમ્પર આવક જોવા મળી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડ ખુલતાંની સાથે જ  ઘઉં અને  ચણાની બમ્પર આવક જોવા મળી હતી. ઘઉં કુલ આવક ૧૨૫૦ મણ (ટુકડા અને લોકવન) ચણા આવકના ક્રમે ૧૧૦૦ મણે બીજ ક્રમે ઘઉંના લઘુત્તમ ભાવ લોકવન ૪૩૦ અને મહત્તમ ૫૭૦ જ્યારે ટુકડા ઘઉં લધુતમ ૪૫૧ મહત્તમ ૬૫૨ રહ્યો હતો. ચણાનો ભાવ લઘુત્તમ ૮૨૦ અને મહત્તમ ૯૪૮ રહ્યો હતો. જ્યારે દેશી ચણાની આવક નીલ રહી હતી. કપાસ ૬૦૦ મણ લઘુત્તમ ૧૭૫૦ અને મહત્તમ ૨૫૦૫ રહ્યો હતો. આ સિવાય અન્ય શીંગ મોટી ૫૦૦ મણ લઘુત્તમ ૧૨૭૦ મહત્તમ ૧૩૯૦ જ્યારે તુવેર ૪૦૦ મણ લઘુત્તમ ૯૨૫ મહત્તમ ૧૧૨૮ મેથી ૩૦૦ મણ આવક લઘુત્તમ ૧૦૦૦ મહત્તમ ૧૧૭૦ ભાવ રહ્યો હતો.. આ સિવાય પણ અન્ય ખેતપેદાશ હતી.. પરંતુ મહદઅંશે ઘઉં, ચણા, કપાસ, તુવેર અને મેથીની  આવક  વધુ જોવા મળેલ.. આમ માર્કેટ યાર્ડમાં આજે એવરેજ માલની આવક ઘણી સારી હતી..આમ માર્કેટ યાર્ડ આજે ખેતપેદાશ જણસીથી ઊભરાતું જોવા મળેલ

IMG-20220404-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *